અમરેલી

નારી વંદન ઉત્સવ સપ્તાહઃ તા. ૦૩ ઓગસ્ટે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી મહિલાઓ માટે ખાસ ભરતી મેળો યોજવા અમરેલી જિલ્લા રોજગાર કચેરીનું આયોજન

ઓગસ્ટ માસમાં નારી વંદન ઉત્સવ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે. તા.૦૩ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ હોય, અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી મહિલાઓ માટે ખાસ ભરતી મેળાનું આયોજન છે. જિલ્લાના ખાનગી ક્ષેત્રના એકમો ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરુપ ધો.૧૦ પાસથી ઓછું, અને ધો.૧૦ થી ગ્રેજ્યુએટ, ડિપ્લોમાં,પોસ્ટ ગ્રેજ્યુએટ, આઇ.ટી.આઈ શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુક મહિલા ઉમેદવારો માટે તા.૦૩ ઓગષ્ટ,૨૦૨૪ ના રોજ સવારે ૯.૩૦ વાગ્યે ખેડાવાળ બ્રાહ્મણની વાડી, ટી.પી.એમ.ટી ગાંધી ગર્લ્સ સ્કૂલ સામે, નાગનાથ મહાદેવ બસ સ્ટેશનની બાજુમાં, અમરેલી ખાતે ભરતી મેળો યોજાશે.  આ ભરતીમેળા અંતર્ગત સિન્ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ લુણસાપુર, આલ્ફા ઓટોલીંક, એલ.એલ.પી અમરેલી, એલ.આઈ.સી અમરેલી,શિતલ કુલ પ્રોડક્ટ અમરેલી, નિલકંઠ જ્વેલર્સ તથા એચ.ડી.એફ.સી લાઇફ ઇન્શ્યોરન્સ અમરેલી જેવા જુદા જુદા એકમ માટે ભરતી કરવામાં આવશે.  ભરતીમેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધાણી કરાવવી ફરજિયાત છે. રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવી, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts