fbpx
ભાવનગર

નાર્કોટીક્સ, ટાસ્ક ફોર્સ, રોડ સેફ્ટી, લેન્ડ ગ્રેબીંગ, રસીકરણ, લો એન્ડ ઓર્ડરની બેઠક યોજતાં કલેક્ટરશ્રી

જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ આજે મેરેથોન બેઠક યોજતાં નાર્કોટીક્સ, ટાસ્ક ફોર્સ, રોડ સેફ્ટી, લેન્ડ ગ્રેબીંગ, રસીકરણ, લો એન્ડ ઓર્ડરની બેઠક એકસાથે યોજી હતી.કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોની બેઠકો યોજતાં કહ્યું કે, લોકોને સીધી રીતે સ્પર્શતાં પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવવો જોઇએ. આ માટે વિવિધ વિભાગો વચ્ચેની આંતરિક સંકલનની જરૂરીયાત પણ તેમણે સમજાવી હતી.

તેમણે જિલ્લામાં મરીન પેટ્રોલીંગ વધે, જિલ્લાના અકસ્માત ઝોનમાં અકસ્માત ઘટે, આવાં ઝોનમાં રિફ્લેક્ટર લગાવવાં, જિલ્લામાં પ્રિકોશન ડોઝ નાગરિકો લઇ લે વગેરે સહિતના પ્રશ્નોની તેમણે વિશદ ચર્ચા કરીને તેના નિરાકરણના ઉપાયો સૂચવ્યાં હતાં.

આ ઉપરાંત ચૂંટણી સંદર્ભે ક્રિટિકલ બૂથ અને વલ્નરેબલ બૂથનું મૂલ્યાંકન થઇ જાય અને આવનાર ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેના યત્નો આદરવાં માટેનાં નિર્દશો તેમણે ઉપસ્થિત અધિકારીઓને આપ્યાં હતાં.         આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ, એ.એસ.પી.શ્રી સફિન હસન, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે. પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને જિલ્લાનાઅમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts