નાસાના એલિયન હંટિંગ મિશનમાં ૨૪ ધર્મશાસ્ત્રી સામેલ રહેશે
નાસા બ્રહ્માંડનાં રહસ્યોને જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે જેમાં એલિયન્સ પણ સામેલ છે. તેથી જ નાસાએ તાજેતરમાં જ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કર્યુ છે જે બ્રહ્માંડનાં રહસ્યો પરથી પરદો ઉઠાવશે. નાસા એલિયન્સનાં રહસ્યોને જાણવા માટે વર્ષોથી પ્રયાસ કરી રહ્યું છે, જાેકે, હજુ સુધી તેને તેમાં કોઇ સફળતા પ્રાપ્ત થઇ નથી અને તેને ધ્યાનમાં રાખીને જ નાસાએ હવે એક નવો અને મોટો ર્નિણય લીધો છે. નાસાના આ એલિયન હંટિંગ મિશનમાં ૨૪ ધર્મશાસ્ત્રી સામેલ રહેશે. બ્રિટનના પ્રખ્યાત પાદરી ડૉક્ટર એન્ડ્ર્યૂ ડેવિસન પણ આ મિશનનો ભાગ છે.
બીજા ગ્રહો પર જીવનની શોધ, ભગવાન અને જીવનની ઉત્પત્તિ અંગે લોકોની વિચારધારાને કઇ રીતે પ્રભાવિત કરશે, આ સવાલોનો જવાબ જાણવા માટે નાસા પ્રયાસરત છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે પૃથ્વી સિવાય પણ અન્ય ગ્રહો પર જીવન હોઇ શકે છે. તેથી નાસા એલિયન્સની શોધ કરીને તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે આ જાેવું મહત્ત્વનું રહેશે કે નાસાને કેટલી સફળતા મળે છે.અમેરિકન સ્પેસ એજન્સી નાસા એલિયન્સનાં રહસ્યોની જાણકારી માટે હવે પૂજારીઓની ભરતી કરી રહી છે. એલિયન્સનો સંપર્ક કરવા માટે નાસા હવે પૂજારીઓની મદદ લેશે. માનવતાનો એલિયન્સ સાથે સંપર્ક કરાવવામાં પૂજારીઓ મદદ કરશે. દુનિયાભરમાં એલિયન્સ વિશે જાત-જાતના દાવા કરાય છે. ઘણીવાર લોકોએ એલિયન્સ અને ેંર્હ્લં જાેયાનો દાવો કર્યો છે.
પરંતુ બ્રહ્માંડમાં ખરેખર એલિયન્સ છે કે નહીં તેનો પુરાવો કોઇની પાસે નથી. તેથી જ એલિયન્સના અસ્તિત્વ સામે રહસ્ય હજુ પણ યથાવત્ છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે બ્રહ્માંડમાં એલિયન્સ છે. તેથી જ તેઓ આ મુદ્દાને ગંભીરતાથી લે છે અને નાસા પણ એલિયન્સનાં રહસ્યોને જાણવા માટે ગંભીર છે. નાસાના મોટા વિજ્ઞાનીઓ એલિયન્સ અને ેંર્હ્લંનાં રહસ્યોને જાણવામાં લાગેલા છે. હવે પૂજારીઓ એટલે કે ધર્મશાસ્ત્રીઓ આ રહસ્યોને જાણવામાં વિજ્ઞાનીઓની મદદ કરશે. હવે તમને સવાલ થશે કે શું નાસા આ પૂજારીઓને અવકાશમાં મોકલશે, તો તેમ બિલકુલ નથી. એલિયન્સનાં રહસ્યોને જાણવા માટે નાસા ૨૪ પૂજારીની મદદ લેશે. અમેરિકન સ્પેસ એજન્સી જાણવા માગે છે કે બીજા ગ્રહ પર જીવન મળ્યા બાદ અલગ-અલગ ધર્મના લોકોની પ્રતિક્રિયા શું રહેશે?
Recent Comments