ના..ના.. કરતે પ્યાર તુમ્હી સે કર બૈઠે… આખરે હાથનો સાથે છોડી કેવલે ભિલોડામાં 500 કાર્યકરો સાથે કમળ પકડ્યું
અરવલ્લી જિલ્લાની રાજનીતિમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા સ્વ. અનિલ જોષીયારાનો પરિવાર આજે ભાજપમાં જોડયાઈ જતાં કોંગ્રેસમાં સોપો પડી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા કેટલાય સમયથી અનીલ જોષીયારા ભાજપમાં જોડાવાની વાતો ચાલતી હતો ત્યારે આખરે તમામ અટકળોનો અંત આવી ગયો અને પાંચસો કાર્યકરો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેવલ જોષીયારાને આવકાર્યો હતો.
ભિલોડાની આર.જી.બારોટ કોલેજ કેમ્પસ ખાતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા ભિલોડાની બેઠકના કોંગ્રેસના સ્વ. પીઢ નેતા ડો.અનીલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાને ભાજપમાં આવકારવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાંચસો જેટલા કાર્યકરો ભાજપમાં જોડયા હતા.
ભાજપ નેતા કેવલ જોષીયારાએ જણાવ્યું કે, પિતા જે રીતે કામ કરતા હતા તેવી રીતે કામ કરશે અને કોઇપણ અપેક્ષા વિના ભાજપમાં કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, જે રીતે દૂધમાં સાકર ભળી જાય છે તેવી રીતે તેઓ ભાજપ સાથે કામ કરીને લોકો સુધી પહોંચશે.
તો આ બાજુ કોંગ્રેસ પાર્ટીમાં પણ એટલી એટકળો ચાલી કે, કેવલ જોષીયારાના ભાજપમાં જોડાવાથી એક મતનો પણ ફરક નહીં પડે અને કોંગ્રેસમાં જગ્યા ખાલી પડી જેથી નવા કાર્યકરને તક મળશે. જોકે હવે જોવાનું એ રહ્યું કે, કોંગ્રેસના પીઢ નેતાના પુત્ર કેવલ જોષીયારાના ભાજપમાં જોડાવાથી ફાયદો કોને થશે…!!
Recent Comments