નિઃશુલ્ક ચાલતી હોસ્પિટલની સેવાની નોંધ લેનારા સખીદાતાઓના સન્માન મોરારીબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા.

સાવરકુંડલા શહેર તાલુકાના લોકો માટે આશીર્વાદ સમાન બનેલી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં હજારો દર્દીઓની નિઃશુલ્ક સારવાર ઓપરેશન કરવામાં આવે છે આ હોસ્પિટલમાં નવા કેન્સર કેર, ઓર્થોપેડિક અને આંખના વિભાગના લોકાર્પણ પ્રસંગે સંત શિરોમણી મોરારીબાપુના વરદ હસ્તે સૂફીસંત અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીના ખાદીમોને સન્માનિત કરવામાં આવ્યા હતા નિઃશુલ્ક ચાલતા આરોગ્ય કેદ્રમાં સૂફીસંત દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે યથાયોગ્ય દાનની સરવાણી કરતા હોય ત્યારે સૂફીસંતના ખાદીમો હાજી અસરફભાઈ કાશમાણી, હાજી નાસિરભાઈ કુરેશી અને મુસ્તાકભાઈ જાદવને મોમેન્ટો આપીને નિઃશુલ્ક ચાલતી હોસ્પિટલની સેવાની નોંધ લેનારા સખીદાતાઓના સન્માન મોરારીબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા.
Recent Comments