અંજુલા આચાર્ય દ્વારા તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરવામાં આવેલી તસવીરમાં પ્રિયંકા ચોપરા બેબી માલતી મેરીને તેના ખોળામાં રાખેલી જાેવા મળી રહી છે. નિક જાેનાસ તેની બાજુમાં ઉભો હતો અને તેની સામે ટેબલ પર એક મોટી એલ્મો કેક મૂકવામાં આવી હતી. તેના જન્મદિવસ પર માલતી લાલ પેન્ટની સાથે લાલ દિલવાળા ગુલાબી સ્વેટરમાં સુંદર દેખાતી હતી. તેણે ગુલાબી રંગનું હેડબેન્ડ પહેર્યું હતું. આ દરમિયાન પ્રિયંકા ખૂબ જ સુંદર લાલ ડ્રેસમાં જાેવા મળી હતી. નિક પણ તેમની સાથે જાેડાયો હતો અને લાલ હૂડી પહેરીને જાેવા મળ્યો હતો.
નિક અને પીસી બંનેએ ‘હેપ્પી બર્થ ડે’ ટોપી પહેરી હતી. જન્મદિવસની સજાવટ પણ એલ્મો થીમ આધારિત હોય તેવું લાગે છે. અંજુલા દ્વારા શેર કરવામાં આવેલી અન્ય ફોટો બૂથ તસવીરમાં તે પ્રિયંકા ચોપરા સાથે પોઝ આપતી જાેવા મળી રહી છે. તસવીરોના કોલાજમાં અભિનેત્રીની માતા મધુ ચોપરા પણ જાેવા મળી હતી. તે બ્લુ આઉટફિટ પર સિલ્વર જેકેટ પહેરેલી જાેવા મળી હતી. આ દરમિયાન અંજુલા આચાર્ય દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં માલતી મેરીને તેના જન્મદિવસની તૈયારીમાં મદદ કરવાનો પ્રયાસ કરતી જાેઈ શકાય છે. તે બલૂનને ફુલાવવાનો પ્રયાસ કરી રહી છે,
પરંતુ પછી તે ભાગી જાય છે. આ પહેલા નિક, પ્રિયંકા અને માલતીએ તેમનો જન્મદિવસ બીચ પર સેલિબ્રેટ કર્યો હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. એક વીડિયોમાં નિક અને પ્રિયંકા બીચ પર હાથ પકડીને ચાલતા જાેવા મળે છે. માલતી પણ પરિવાર અને મિત્રો સાથે બીચ પર જાેવા મળી હતી. જેમાં કેવનોઘ જેમ્સ અને દિવ્યા અખૌરીનો સમાવેશ થાય છે. નિકનો ભાઈ ફ્રેન્કલિન જાેનાસ પણ આ ઉજવણીનો ભાગ હતો. એક ફોટોમાં તે તસવીરો ક્લિક કરતી જાેવા મળી રહી છે, જ્યારે બીજા હાથમાં તે એક મોટી પતંગ પકડી રહી છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જાેનાસે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. તેઓએ ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળક માલતી મેરીનું સ્વાગત કર્યું.
Recent Comments