તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલી દક્ષિણ ગુજરાત વિજ લિમિટેડના વર્ગ-૩નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. નિઝરમાં આવેલી ઈલેક્ટ્રીક મટીરીયલ્સ ઈસ્યુ કરવાનો સ્ટોર રૂમ સંભાળતા મોહનભાઈ સંભાજી ગુલાલે આસિસ્ટન્ટ લાઈન મેન તરીકે ફરજ બજાવે છે. જેમણે ફરિયાદી પાસેથી મટીરીયલ્સ ઈસ્યુ કરવાના પેપર વર્ક માટે રૂપિયા પાંચ હજારની લાંચ માગી હતી. જે ફરિયાદી આપવા ન માગતા હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવીને આરોપીને નિઝરના જૂના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
નિઝર જુના બસ સ્ટેન્ડ, બજારમાં જાહેર રોડ ઉપર આરોપી મોહનભાઇ શંભાજી ગુલાલે, આસીસ્ટન્ટ લાઇનમેન, વર્ગ-૩, નિઝર ડીજીવીસીએલ, તા.નિઝર જી.તાપીએ લાંચની રકમ સ્વિકારી હતી. જેથી એસીબીના છટકામાં મોહન ગુલાલે આબાદ ઝડપાયો હતો. તેમણે પાંચ હજારની લાંચ માગી હતી અને પાંચ હજાર અપાયા બાદ એસીબીએ પાંચ હજાર રૂપિયા રિક્વર પણ કર્યાં હતાં. હાલ આરોપીની અટક કરીને એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments