રાષ્ટ્રીય

નિતિન ગડકરીએ નાગપુર અને પુણેના મુસાફરોને લઈને મોટી જાહેરાત કરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાગપુર અને પુણેના મુસાફરોને લઈને મોટી જાહેરાત કરી છે. મુસાફરોની અસુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે નાગપુરથી પુણે જનારા મુસાફરોનો મુસાફરીનો સમય ઘટીને આઠ કલાક થઈ જશે. ગડકરીએ કહ્યું કે નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઈવે નવા પ્રસ્તાવિત પુણે ઔરંગાબાદ એક્સેસ કંટ્રોલ ગ્રીન એક્સપ્રેસવે સાથે જાેડવામાં આવશે, જે નાગપુરથી પૂણેનું અંતર આઠ કલાકમાં કાપવામાં મદદ કરશે. હાલમાં નાગપુરથી પુણે પહોંચવામાં લગભગ ૧૪ કલાકનો સમય લાગે છે. આવી સ્થિતિમાં, નવી સૂચિત કનેક્ટિવિટી સાથે, તે લગભગ ૬ કલાકનો સમય ઘટાડશે. એક ટ્‌વીટમાં જાહેરાત કરતા ગડકરીએ લખ્યું, ‘નાગપુરથી પૂણેની મુસાફરી આઠ કલાકમાં શક્ય બનશે.

હાલમાં નાગપુરથી પુણે જતા મુસાફરોની અસુવિધાને ધ્યાનમાં રાખીને, નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઈવેને છત્રપતિ સંભાજીનગર ‘ઔરંગાબાદ’ નજીક નવા સૂચિત પુણે-છત્રપતિ સંભાજીનગર ‘ઔરંગાબાદ’ એક્સેસ કંટ્રોલ ગ્રીન એક્સપ્રેસવે સાથે જાેડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દ્ગૐછૈં દ્વારા સંપૂર્ણ રીતે નવા એલાઈમેન્ટ સાથે રોડનું નિર્માણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાઈવે પર હેશટેગ પ્રગતિ સાથે ટિ્‌વટ કરીને કહ્યું કે તે પુણેથી છત્રપતિ સંભાજીનગર ‘ઔરંગાબાદ’ અઢી કલાકમાં અને નાગપુરથી છત્રપતિ સંભાજીનગર ‘ઔરંગાબાદ’ સુધીની મુસાફરી સમૃદ્ધિ હાઇવે પર સાડા પાંચ કલાકમાં કરી શકાશે.

હકીકતમાં નીતિન ગડકરી મોટા બિઝનેસમેનને નાગપુર અને આસપાસના વિસ્તારોમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપી રહ્યા છે. તેના ભાગરૂપે નીતિન ગડકરીએ ટાટા ગ્રૂપને તેમના વતન નાગપુર અને આસપાસના વિસ્તારોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે, એમ કહીને કે શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર જમીનની ઉપલબ્ધતા અને કનેક્ટિવિટી જેવી સુવિધાઓ છે. ગડકરીએ તાજેતરમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને એક પત્ર લખ્યો હતો.

Follow Me:

Related Posts