fbpx
ગુજરાત

નિયમોની ઐસી-તૈસીઃ વડોદરામાં રાત્રિ કફ્ર્યૂમાં લગ્ન પ્રસંગમાં ભવ્ય ડીજે પાર્ટી થઇ

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરે લોકોને અનેક ભરડામાં લીધા, અનેકનો જીવ ગયો તો પણ લોકો સુધરવાનું નામ લઈ રહ્યા છે. સરકાર અને તંત્ર કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે દિવસ રાત એક કરે છે, તેમ છતાં સોશિયલ ડિન્સિંગના ધજાગરા, નિયમોની ઐસી કી તૈસી થતા વીડિયો સામે આવતા જ જાય છે. આજે વડોદરાના નવાયાર્ડમાં કોરોનાનો નિયમ નેવે મૂકતો એક ડીજે પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે. લગ્નપ્રસંગમાં મોડીરાત સુધી ડીજે પાર્ટીમાં યુવાનો ઝૂમ્યા હતા. વડોદરાના નવાયાર્ડમાં ફૂલવાડી મહોલ્લામાં આ ડીજે પાર્ટી યોજાઈ હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના નવાયાર્ડમાં ફૂલવાડી મહોલ્લામાં લગ્ન નિમિત્તે ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું. મધ્ય રાત્રિએ કોરોનાના નિયમોનો ભંગ કરી ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં કોઈએ માસ્ક પહેર્યું ન હતું, ન તો કોઈ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાયું હતું. જાેકે, સમગ્ર ઘટનાથી પોલીસ અજાણ હતી. પરંતુ પ્રસંગના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી.

વડોદરામાં આ ડીજે પાર્ટીના વીડિયો વાયરલ થયા બાદ અહેવાલો પ્રકાશિત થયા છે અને ફતેગંજ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. તો બીજી તરફ, નિયમોના ધજાગરા ઉડાડીને યોજાયેલી લગ્નની ડીજે પાર્ટીમાં પોલીસ મોડે મોડે પણ કાર્યવાહી કરી હતી. ફતેગંજ પોલીસે મોડે મોડે ગુનો દાખલ કર્યો. પોલીસે આ મામલે જાહેરનામા ભંગ, રાત્રિ કરફ્યૂના ભંગનો ગુનો દાખલ કર્યો છે. સાથે જ પોલીસે લગ્ન પાર્ટીમાં સામેલ ૫ લોકોની અટકાયત કરી છે.

અત્રે નોંધનીય છે કે, કોરોનાની ગાઈડલાઈન મુજબ, લગ્નપ્રસંગો પર ગણતરીના લોકોની મંજૂરી છે. છતાં લોકો ભીડ એકઠી કરીને પ્રસંગો યોજી રહ્યાં છે.

Follow Me:

Related Posts