નિયમ ભંગ માટે પ્રજા પાસે મોટા દંડ લેતી પોલીસ આ નેતાઓને દંડશે….?નેતાઓ બન્યા કોરોના નિયમોના ભક્ષકઃ એઈમ્સ ખાતમુહૂર્તમાં ભુલાયો કોરોના
કાર્યક્રમમાં ૨૦૦ લોકોની છૂટ સામે આશરે ૪૦૦ લોકો એકઠા થયા
રાજકોટમાં એઈમ્સના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનનાં ધજાગરા જાેવા મળ્યાં હતા. કાર્યક્રમો નેતાઓએ નિયમોને નેવે મૂકીને દો ગજ કી દૂરી ભૂલીને ટોળે વળી બુકે આપ્યાં હતાં. જ્યારે કાર્યક્રમમાં ૨૦૦ લોકોની છૂટ સામે આશરે ૪૦૦ લોકો એકઠા થયા હતા. જેથી કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો થયો હતો. મહાનુભાવો સ્વાગત વખતે નેતાઓ સહિત કાર્યકરો દો ગજ કી દૂરી ભુલી ટોળે વળ્યા હતા.
આ સાથે જ બુકે આપી ફોટા પડાવ્યાં હતા. આ સાથે જ ૫૦૦ની ક્ષમતાવાળા ડોમમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું પણ આ ડોમમાં આશરે ૪૦૦ લોકો ભેગા થયા હતા. મહત્વનું છે કે લગ્ન અને સામાજિક પ્રસંગમાં માત્ર ૨૦૦ લોકોને છૂટ આપવામાં આવે છે. પરંતુ ભાજપને જાણે નિયમો નડતાં ન હોય તેમ આશરે ૪૦૦ લોકો એકઠા થયા હતાં. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સાંસદ સી.આર.પાટીલ, રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિક, રાજકોટ સાંસદ મોહન કુંડારીયા, જામનગર સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા, જયેશ રાદડિયા અને કુંવરજી સહિત ૪૦૦થી વધુ મહેમાનો પહોંચી ગયા છે.
જિલ્લા વહીવટી વિભાગે કાર્યક્રમ માટે જુદી-જુદી ૧૫ કમિટી બનાવવામાં આવી હતી. કાર્યક્રમમાં આવતા તમામ મહેમાનોનું કોરોના સંદર્ભે થર્મલ ગનથી ખાસ ચેકિંગ કરવામાં આવ્યું છે, કાર્યક્રમ સ્થળ પર ચાર દરવાજા રખાયા છે અને દરેક દરવાજા ઉપર ખાસ સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.
Recent Comments