fbpx
ભાવનગર

નિરમાના સૌજન્યથી રમત-ગમતના ખેલાડીઓને ૪૮૩ સ્પોર્ટ્સ કીટનું વિતરણ

ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નિરમા કંપનીના સૌજન્યથી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ અને સ્ટેટ એકેડમીના રમતવીરો માટે ૧૪ લાખ ના ખર્ચે ૪૮૩ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અનુરોધથી નિરમા કંપની દ્વારા રમતવીરો માટે ટ્રેકશુટ, શૂઝ, ચેન્જીંગ ટીશર્ટ અને કીટ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ લોક વિધ્યાલય વાળુકડ અને સરદાર પટેલ ઇન્સ્ટીટ્યૂટનાં રમતવીરોમાં વિતરણ કરવામાં આવશે.  

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે ખિલાડીઓની પ્રાથમિક જરૂરિયાત શુઝ તેમજ સ્પોર્ટ્સ કિટ હોય છે હાલ ૩૬ મી નેશનલ ગેમ્સ ભાવનગર ખાતે યોજાવાની હોય રમતવીરો માટે આ ગર્વની લાગણી છે કે તેમને નેશનલ લેવલના સ્પોર્ટ્સ પર્સન જોવાનો તેમજ તેમની સાથે વાતચીત કરવાનો મોકો મળશે આ ખેલાડીઓએ તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે તેમની પાસેથી પ્રાથમિક સ્ટેજમાં ઘણું બધું શીખવા મળતું હોય છે શ્રેષ્ઠ ખેલાડી બનવા માટે રમતવીરોને સતત અને સખત મહેનત કરવી પડશે. ઉઓગી દિશામાં કરેલી મહેનત અને રમત પ્રત્યેનું સમર્પણ રાખી સતત રમતા રહેવાથી સફળતા એક દિવસ મળશે શરૂઆતનો સમય એ સંઘર્ષનો હોય છે એ સમયમાં મહેનત કરવાથી ખૂબ જ સારા પ્લેયર બનવાની તક મળતી હોય છે

આ તકે રેન્જ આઇ. જી. શ્રી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે રમતવીરોને કીટ પૂરી પાડવા માટેના કલેકટરશ્રી ના ઉમદા વિચારને નિરમા કંપની દ્વારા વધાવી લેવામાં આવ્યો છે જેની પ્રશંસા કરી હતી રમતવીરોને ઊંચા આયામ સર કરવા માટે દરરોજ મહેનત કરવાની સાથે સ્માર્ટનેશ રાખવા માટેની સલાહ આપી હતી આ ઉપરાંત નિરાશ થયા વગર ખેલદિલીની ભાવના સાથે સતત રમવાથી સફળતા મળે છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે નિરમા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ડી. જી. ઝાખડે, નિરમા કંપનીનાં પ્રતિનિધિ શ્રી ડો. પાઠક, શ્રી અશ્વિનભાઈ પટેલ,  બાસ્કેટબોલ કોચશ્રી પ્રકાશભાઈ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts