fbpx
ભાવનગર

નિરમા લિમિટેડનાં સહકાર થી ભાલ વિસ્તારનાં ૧૨ ગામોમાં યોજાનાર આરોગ્ય શિબિર સંબંધે સરપંચ તથા શાળાનાં આચાર્ય સાથે એક બેઠક યોજાઈ

ભાવનગર શિશુવિહાર નિરમા લિમિટેડનાં સહકાર થી ભાલ વિસ્તારનાં ૧૨ ગામોમાં યોજાનાર આરોગ્ય શિબિર સંબંધે સરપંચશ્રી તથા શાળાનાં આચાર્યશ્રી સાથે એક બેઠક તારીખ ૩૦ એપ્રિલે શિશુવિહાર સંસ્થામા યોજાયેલ જેમા આરોગ્ય સારવાર ટીમ ઉપરાંત ગામનાં પ્રતિનિધિઓ મળી ૨૦ લોકો એ ઉપસ્થિતિ રહયા હતા.આ બેઠકમા નીચેની વિગતે આરોગ્ય કેમ્પ કરવા તારીખો નક્કી થઈ છે..વેળાવદર  તા.૧૬ જૂન ૨૦૨૨ જશવંતપુરા તા.૨૫ જૂન ૨૦૨૨ સવાઈનગર તા.૭ જુલાઈ ૨૦૨૨કોટડા  તા.૧૫ જુલાઈ ૨૦૨૨ માઢીયા તા.૫ ઓગસ્ટ ૨૦૨૨ ગણેશગઢ તા.૨૪ ઓગસ્ટ ૨૦૨૨ કાળાતળાવ તા.૮ સપ્ટેમ્બર ૨૦૨૨ નર્મદ તા.૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ભડભીડ તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨ નોંધ:- ગામ આંણદપર , સનેસ અને અધેલાઈમાં કેમ્પ પુરા થયાં છે..આ પ્રસંગે શિશુવિહાર સંસ્થા તરફ થી તમામ પ્રતિનિધિશ્રીઓ ને જરુરી સાહિત્ય તથા શિશુવિહારમાં યોજાતા નેત્રયજ્ઞમાં જરૂરિયાત મંદોને વિનામૂલ્યે સારવાર આપવા નક્કી થયુ હતું. ઉપરાંતે શાળાઓ માટે હિમોગ્લોબીનનાં માર્ગદર્શક ચાર્ટ મુકવા નક્કી થયું. આરોગ્ય શિબિર સમયે શિશુવિહાર ગામ શાળા માટે પુસ્તકો આપે તેમા વધારો કરવા નક્કી થયુ.ભોજન બાદ સહુના આભાર સાથે બેઠક પુર્ણ જાહેર કરાયેલ..

Follow Me:

Related Posts