નિરવ મોદીની અરજી અમેરિકાની કોર્ટે ફગાવી
ન્યૂયોર્ક બેંકરપ્સી કોર્ટ સાઉથ ડિસ્ટ્રિક્ટના જજ સીન એચ લેને ગયા સપ્તાહમાં આ આદેશ જારી કર્યો હતો. ભારતના ભાગેડુ હીરા ઉદ્યોગપતિ અને તેના સહયોગીઓ માટે આ એક મોટો આંચકો છે. નિરવ મોદી બ્રિટનની એક જેલમાં બંધ છે અને ભારતમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ કાયદાકીય લડત લડી રહ્યો છે. પંજાબ નેશનલ બેંક સાથે ૧૪,૦૦૦ કરોડ રૃપિયાની છેતરપિંડી બદલ ભારત નિરવ મોદીના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું છે.
ઇન્ડિયન અમેરિકન એટર્ની રવિ બત્રાએ જણાવ્યું છે કે ન્યૂયોર્કની બેંકરપ્સી કોર્ટે એક સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં નિરવ મોદી, મેહર ભંસાલી અને અજય ગાંધીની અરજી ફગાવી દેવામાં આવી છે. રિચર્ડ લેવિનની ફરિયાદ અંગે જજે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ મોદી પર મૂકવામાં આવેલાી આરોપો સાચા લાગી રહ્યાં છે. ૬૦ પાનાના આદેશમાં જજે જણાવ્યું છે કે નિરવ મોદીએ એક અમેરિકન ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ચેનના સંસ્થાપક સાથે છેતરપિંડી કરી છે. આ ઉપરાંત નિરવ મોદીએ ભારતની પંજાબ નેશનલ બેંક સાથે પણ છેતરપિંડી આચરી છે.
ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નિરવ મોદીને અમેરિકાની એક બેંકરપ્સી કોર્ટે જાેરદાર આંચકો આપ્યો છે. ભારતના ભાગેડુ હીરા ઉદ્યોગપતિની અરજીને અમેરિકાની કોર્ટે ફગાવી દીધી છે. નિરવ મોદી અને તેમના બે સાથીઓએ અમેરિકાની કોર્ટમાં અરજી દાખલ કરી માગ કરી હતી કે તેમની વિરુદ્ધ મૂકવામાં આવેલા છેતરપિંડીના આરોપો પડતા મૂકવામાં આવે. ત્રણ કંપનીઓના ટ્રસ્ટીઓએ નિરવ મોદી પર છેતરપિંડીના આરોપ મૂક્યા હતાં. નિરવ મોદી પર આ આરોપ ન્યૂયોર્કની એક કોર્ટમાં રિચર્ડ લેવી દ્વારા લગાવવામાં આવ્યા હતાં. કોર્ટે ફાયર સ્ટાર ડાયમંડ, ફેન્ટાસી ઇંક અને એ જૈફે જેવી ત્રણ કંપનીઓના ટ્રસ્ટી તરીકે રિચર્ડ લેવીની નિમણૂક કરી હતી. આ ત્રણેય કંપનીઓની માલિકી અગાઉ નિરવ મોદી પાસે હતી. રિચર્ડ લેવિને નિરવ મોદીને લોન આપનારી સંસ્થાઓને ઓછામાં ઓછું ૧.૫ કરોડ ડોલરનુ વળતર ચૂકવવાની માગ કરી હતી. નિરવ મોદી અને તેમના સાથીઓ મેહર ભંસાલી અને અજય ગાંધી પાસેથી આ વળતર વસૂલ કરવાની માગ કરવામાં આવી છે.
Recent Comments