અમરેલી

નિરાધાર ધૂન મંડળ અબોલ જીવો નો આધાર બની રહ્યું છે દામનગર ની જીવદયા પરિવાર ટ્રસ્ટ ના આશ્રિત બળદો ની વ્હારે આવી નિરાધાર ટ્રસ્ટ ની મદદ

દામનગર. જીવદયા પરિવાર ટ્રસ્ટ ના આશ્રિત બળદો ની વ્હારે આવી સુરત સ્થિત સંસ્થા નિરાધાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નિરાધાર ધૂન મંડળ અબોલ જીવો માટે આધાર બની રહ્યું છે દિવસે પોતા ના પરિવાર ના જીવન નિર્વાહ માટે નાનો મોટો કામ ધંધો નોકરી વેપાર બિઝનેસ કરી પરિવાર નું ગુજરાન ચલાવતા નિરાધાર ધૂન મંડળ ના સ્વંયમ સેવકો સુરત શહેર માં સારા નરહા તિથિ વારે તહેવારે જન્મદિન વાસ્તુ પૂજન લગ્ન દિવસ જેવા પ્રસંગો માં ચોરા ચાવડી કે સદગૃહસ્થ ના ઘર પરિવારો જનો ના મોક્ષાર્થ રામનામ ની આહલેક જગાડી ગાઈ વગાડી તેમાં આવતા દાન ફંડ માંથી હજારો અબોલ જીવો નું પોષણ કરવા નું ભગીરથ કાર્ય કરી રહ્યા છે કુદરતી પ્રકૃતિ ના ખોળે ઉછળકુદ કરતા મુક પક્ષી ઓ માટે પક્ષી માળા ચણપાત્ર પાણી ન કુંડા ચણ નું વિતરણ કરી રહ્યા છે

તાજેતર માં દામનગર શહેર માં જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ના આશ્રિત બળદો માટે ક્રમશ બે વખત મોટી માત્રા માં ઘાસચારો મોકલી દુરસદુર હોવા છતાં અબોલ જીવો માટે કામ કરતી નિરાધાર ટ્રસ્ટ ની સેવા નિરાધાર જીવો માટે આધાર બની રહી છે ત્યારે દરેક જીવાત્મા ના કલ્યાણ માટે કામ કરતા નિરાધાર ચેરીટેબલ ટ્રસ્ટ ના સર્વે ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવકો દાતા પ્રત્યે આભાર ની લાગણી સાથે જીવન અંજલિ થજો તેના ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું થજો નીર દિનદુખિયા ના આસું લહેતા કદી ન ધરજો અંતર જીવન એના અંજલિ થજો સમસ્ત દામનગર જીવદયા પરિવાર દ્વારા નિરાધાર ટ્રસ્ટ ના સર્વે ટ્રસ્ટી એવમ આ સ્વંયમ સેવકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો

Related Posts