નિરાધાર વૃદ્ધ સહાય અને ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય યોજના માટે સાવરકુંડલા શહેરી વિસ્તારના લાભાર્થીઓની હયાતીની ખરાઈ કરાવવા માટે સૂચના
સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય અને ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય યોજના અન્વયે સાવરકુંડલા શહેરી વિસ્તારના લાભાર્થીઓની હયાતી અંગે ખરાઈ કરવા માટે સાવરકુંડલા તાલુકા મામલતદારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે. આ યોજનાઓ અન્વયે લાભ મેળવતા હોય તેવા તમામ લાભાર્થીઓએ રુમ નં.૦૬, સિટી તલાટી રુમ, મામલતદાર કચેરી, સાવરકુંડલા ખાતે કચેરી કામગીરીના દિવસો દરમિયાન સવારે ૧૦:૩૦ વાગ્યાથી સાંજે ૦૫ વાગ્યા સુધીમાં રુબરુ જવાનું રહેશે.
લાભાર્થીએ પોતાની સાથે, ફોટો હોય તેવી બેન્ક પાસબુક અને આધારકાર્ડની નકલ સાથે ઉપસ્થિત રહેવું. લાભાર્થીએ લાભાર્થી તરીકે હયાતીની ખરાઈ કરાવવી. નિયત સમય મર્યાદામાં હયાતીની ખરાઈ કરાવવામાં નહીં આવે તો ઉકત યોજના અન્વયે મળતી સહાય બંધ થઈ શકે છે. આથી, આ યોજનાઓના સંબંધિત લાભાર્થીઓને હયાતીની ખરાઈ કરાવવા માટે મામલતદારશ્રી, સાવરકુંડલા દ્વારા એક યાદીમાં તાકીદ કરવામાં આવી છે.
Recent Comments