બોલિવૂડ

નિર્માતાએ ૩ વર્ષ સુધી ૭૦ લાખ નથી ચૂકવ્યા:સોનારિકા ભદોરિયા

મહામારીનો કહેર હવે ઘણો ઓછો થઈ ગયો છે, પરંતુ જ્યારે તે ચરમસીમાએ હતો ત્યારે દરેક ક્ષેત્રની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઈન્ડસ્ટ્રીને પણ ભારે ફટકો પડ્યો હતો. ઘણા ટીવી કલાકારો તેમના શોમાં વિલંબ અથવા તેમની બાકી રકમ ન ચૂકવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.આવી સ્થિતિમાં ઘણા લોકો ચૂપ રહ્યા તો ઘણાએ પોતાનો અવાજ ઉઠાવ્યો ,ત્યારે હવે અભિનેત્રી સોનારિકા ભદોરિયાએ મોટો ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે તેના શો ‘દાસ્તાન-એ-મોહબ્બત’ના નિર્માતાઓ પર આરોપ લગાવ્યો છે કે તેને નિર્માતાઓએ ૭૦ લાખ જેટલી રકમ ચૂકવી નથી.

સોનારિકાએ ‘દાસ્તાન-એ-મોહબ્બત’ના નિર્માતાઓ પર તેમની લગભગ ૭૦ લાખની ફી ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યુ કે, ૩ વર્ષ થવા જઈ રહ્યા છે પરંતુ તેમના હાથમાં એક પૈસો પણ આવ્યો નથી. તેના સિવાય આ શોના અન્ય કલાકારો અને ટેકનિશિયનનુ પણ દેવું છે, જે નિર્માતાઓ આપવાનું નામ નથી લઈ રહ્યા. તેણે કહ્યું કે તેણે આ માટે કાયદાકીય પગલાં પણ લીધા છે પરંતુ તેને ન્યાય મળ્યો નથી.ઉલ્લેખનીય છે કે આ શોમાં તેણે અનારકલીનુ પાત્ર ભજવ્યુ હતુ. દેવોં કે દેવ મહાદેવ ફેમ અભિનેત્રી સોનારિકા ભદૌરિયા લાંબા સમયથી નાના પડદા પરથી ગાયબ છે, તે છેલ્લે ‘ઈશ્ક મેં મરજાવાં’ શોમાં જાેવા મળી હતી. તાજેતરમાં,તેણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યુ હતુ કે, તે તેની આગામી ફિલ્મની રાહ જાેઈ રહી છે.

આ ફિલ્મ કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ હવે આ ફિલ્મ જલ્દી રિલીઝ થશે,જેના માટે તે ઉત્સાહિત છે. આ સિવાય સોનારિકા મ્યુઝિક વીડિયો પણ કરી રહી છે. આ સાથે તે ર્ં્‌્‌ માટેના વેબ શોનો પણ ભાગ બની રહી છે. તે માને છે કે ર્ં્‌્‌ જે પ્રકારનું કન્ટેન્ટ ઓફર કરે છે તે રસપ્રદ છે. ૧૦ વર્ષથી ટીવી પર કામ કરી ચૂકેલી સોનારિકાએ ટીવી પર પાછા ફરવા માટે જણાવ્યુ કે તેને હવે ગમતી ભૂમિકાઓ મળી રહી નથી, તેથી તેણે ઘણા પ્રોજેક્ટ્‌સનો ઇનકાર કર્યો છે.

Related Posts