ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકભિમુખ વહીવટના ૨૦ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. SWAGAT@20 અંતર્ગત નિવાસી અધિક કલેક્ટરશ્રી વાળાના અધ્યક્ષ સ્થાને લીલીયા ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમાં સુશાસન વ્યવસ્થા થકી આજે પારદર્શિતામાં ઉમેરો થાય તે ઉપરાંત વહીવટી વ્યવસ્થામાં પણ હકારાત્મક પરિવર્તન આવે સાથે અરજદારના પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે સ્વાગત કાર્યક્રમ એ મહત્વનું ઉદાહરણ સ્થાપિત કર્યુ છે. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી “અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ” એ રાજ્ય સરકરાનો ઉમદા અભિગમ છે. લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે.
નિવાસી અધિક કલેક્ટરશ્રી વાળાના અધ્યક્ષ સ્થાને લીલીયા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Recent Comments