નિવૃત. ડી. વાય.એસ.પી શ્રી તરુણભાઈ બારોટ સાહેબના હસ્તે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડાતથા ORS અને સાથે પક્ષીઓના માળા વિતરણ
અમદાવાદ ઉનાળાની શરૂવાત થતા ની સાથે જ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા” તથા ORS અને સાથે “પક્ષીઓના માળા” નું ભીડભંજન હનુમાનજી મંદિર, બાપુનગરમાં ૦૮/૦૪/૨૦૨૩, શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ માં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
નિવૃત. ડી. વાય.એસ.પી શ્રી તરુણભાઈ બારોટ સાહેબના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. તરુણભાઈ બારોટ સાહેબ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના સેવાકીય કાર્યમાં હરહંમેશ અમારી જોડે રહીને અમારા કાર્યને પ્રોત્સાહન આપે છે.
સ્વયંસેવકનો ઉત્સાહ વધારવા માટે શ્રી જયશ્રીબેન દાસારી (બાપુનગર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર – ભાજપ) એ કૅમ્પની મુલાકાત લીધી હતી અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.
કરૂણાના દરેક સ્વયંસેવકનો દિલ થી આભાર વ્યકત કરીએ છે જેમના સહયોગ વગર આ કાર્ય શક્ય નહોતું. લોકોનો પણ ખુબજ સારો પ્રતિભાવ મળ્યો.
Recent Comments