નિ:શુલ્ક પાણીના પરબ, ચકલીઓના માળાની સેવા
સ્વ.ચંદુભાઈ સંઘાણી પર્યાવરણના હિમાયતી
શાંત્વના પાઠવતા આગેવાનો

ચકલીઓના જતનના હિમાયતી એવા સ્વ.ચંદુભાઈ સંઘાણી સમાજમા તે અંગેની જાગૃતિ લાવવા નિ:શુલ્ક માળા વિતરણ કરતા ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમા સેવા ટ્રસ્ટના માધ્યમથી પાણીના ટાંકા અને પરબ બનાવીને પશુ–પક્ષી સહિત પછાત વિસ્તારોમા પીવાના પાણીની જરૂરીયાત પુરી કરતા હતા. આવા સેવાભાવી ચંદુભાઈના અવસાનથી આ પ્રવૃતિને મોટી ખોટ પડી છે. પ્રાણીઓ પ્રત્યે ભારે સંવેદના તેઓ ધરાવતા હતા તેમની આ સેવાને સૌ યાદ કરીને શ્રધ્ધાંજલી અપર્ણ કરી રહયા છે અને સંઘાણી પરિવારને શાંત્વના પાઠવી રહયા છે.
સંઘાણી પરિવારને શાંત્વના પાઠવવા આજ રોજ ધનસુખભાઈ ભંડેરી, અભેસિંહભાઈ રાઠોડ, સાંઈરામ દવે સહિતના રાજકીય , સહકારી, સામાજીક, શૈક્ષણિક આગેવાનો અને સંતો–મહંતોએ શ્રધ્ધાંજલી અર્પિ હતી.
Recent Comments