fbpx
અમરેલી

નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે   ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે   ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે. જિલ્લામાં ખર્ચ ઓબર્ઝવરશ્રી રામક્રિષ્ન કેડિયા અને શ્રી ગુંજનકુમાર વર્માના અધ્યક્ષસ્થાને અમરેલી કલેકટર કચેરી ખાતે ચૂંટણી ખર્ચ નિયંત્રણ કામગીરી માટે બેઠક યોજવામાં આવી હતી.

ખર્ચ ઓબર્ઝવરશ્રી રામક્રિષ્ન કેડિયાએ જણાવ્યુ હતુ કે, કોઈપણ પ્રકારના વિવાદ કે પક્ષપાત વિના નિષ્પક્ષ, ન્યાયી, સ્વતંત્ર રીતે ચૂંટણી યોજાઈ તે ભારતના સશક્તિકરણ માટે મહત્વની બાબત છે. જિલ્લાની ટીમ આ કામગીરી વધુ સારી રીતે પૂર્ણ કરી શકશે તેવી શ્રદ્ધા સાથે તેમણે ખર્ચ નિયંત્રણ સંબંધિત કોઈપણ પ્રકારનું નિરીક્ષણ ચૂકી ન જાય તે જોવા સૂચન કર્યુ હતુ.

ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તે દરેક પોતાના દાયિત્વથી વાકેફ હોય, ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસરે તો તે પડકારોને વધુ સારી રીતે કામગીરી કરી શકે છે. એક મતદાતા તરીકે નહિ પરંતુ સમગ્રતયા સ્થિતિમાં નાનામાં નાની બાબતો માટે સતર્ક રહેવા તેમણે જણાવ્યુ હતુ.

શ્રી ગુંજનકુમાર વર્માએ ખર્ચ નિયંત્રણ કામગીરી માટે પૂર્વ ચૂંટણીઓની વિગતો અને ઇતિહાસ જોવા તથા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસરવા સૂચન કર્યુ હતુ. તેમણે દરેકને પોતાની ચૂંટણી ફરજ વિશે વધુ સતર્ક થવા જણાવ્યુ હતુ.  આ ઉપરાંત આ કામગીરી સમયે કોઈપણ રીતે પ્રત્યાયન સંબંધિત અવરોધ ન રહે તે જોવા જણાવ્યુ હતુ.ખર્ચ ઓબર્ઝવરશ્રી રામક્રિષ્ન કેડિયા અને શ્રી ગુંજનકુમાર વર્મા દ્વારા અમરેલી કલેકટર કચેરી ખાતેના કંટ્રોલ રુમની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા ખર્ચ ઓબર્ઝવરશ્રી રામક્રિષ્ણ કેડિયા અને શ્રી ગુંજનકુમાર વર્માનું આ બેઠકમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી, જિલ્લાના તમામ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી સહિતના  ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts