નીટ પરીક્ષા કૌભાંડની તપાસમાં એક મોત ઘટસ્ફોટ થયો છે મુખ્ય આરોપીઓ પૈકીના એક એવા આરીફ વ્હોરા પંચમહાલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાનો ઉપાધ્યક્ષ છે. પણ હવે જિલ્લા ભાજપ દ્વારા આરીફ વ્હોરાને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ દ્વારા તાત્કાલિક અસર થી આરીફ વ્હોરાને તમામ પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બીજી તરફ મુખ્ય આરોપી પરશુરામને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ૨૦મી મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
.
પંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે એસ આઈ ટીની રચના કરી છે. પોલીસે આરોપી પરશુરામ રોયને કોર્ટમાં રજૂ કરીને ૨૦ મે સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માગ કરી હતી. પોલીસે મહત્વની તપાસ માટે દસથી વધુ કારણો રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. અદાલતે આરોપીના ૯ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નીટ પરીક્ષા કૌભાંડ ના મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોહરાને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને જય જલારામ સ્કૂલના કેટલાક શિક્ષકોના પણ નિવેદનો લેવાયા છે.
આ મામલે જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઇ છે સાથે જ સમગ્ર મામલે આ ત્રણ ઈસમો સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
Recent Comments