નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી, અજાણ્યા વ્યક્તિના ફોનથી મચ્યો ખળભળાટ
મંત્રીના સ્ટાફે નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકીમળ્યાની ફરિયાદ મળતાં જ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે મંત્રીના સ્ટાફે પોલીસને નીતિન ગડકરીના ઘરેથી મળેલી જાનથી મારી નાખવાની ધમકીઓ વિશે જાણ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે. આ મામલાની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે એક અજાણ્યા વ્યક્તિએ મોતીલાલ નેહરુ રોડ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સત્તાવાર નિવાસસ્થાનના લેન્ડલાઈન નંબર પર ધમકીભર્યો કોલ કર્યો હતો. સોમવારે રાત્રે ગડકરીની ઓફિસના એક કર્મચારીનો ફોન આવ્યો. અધિકારીએ કહ્યું કે ફોન કરનારે તેની વિગતો શેર કરી ન હતી અને મંત્રી સાથે વાત કરવાની માંગ કરી હતી અને તેને ધમકી આપી હતી. તેણે કહ્યું, “કોલર હિન્દીમાં બોલ્યો અને કહ્યું ‘મુઝે મંત્રી જી સે બાત કરની હૈ, ઉનકો ધમકી દેની હૈ’ અને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.” મંત્રીના કાર્યાલયે આ મામલાની જાણ દિલ્હી પોલીસને કરી, જે હવે આ મામલાની તપાસ કરી રહી છે. અધિકારીએ કહ્યું, “તમામ કોલ રેકોર્ડ્સનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આરોપીએ લેન્ડલાઇન નંબર પર કોલ કર્યો હતો, તેથી અમે ગુનેગાર સુધી પહોંચવા માટે નંબરને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તપાસ ચાલુ છે,” આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રીને પણ ધમકી આપવામાં આવી હતી. તેમની નાગપુર ઓફિસને આ વર્ષની શરૂઆતમાં બે અલગ-અલગ પ્રસંગોએ આવા ધમકીભર્યા કોલ મળ્યા હતા. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ)ની એક ટીમ આ મામલાની તપાસ કરવા માટે ૯ મેના રોજ નાગપુર ગઈ હતી. પોલીસે કહ્યું હતું કે આ કોલ કથિત રીતે જયેશ પૂજારી ઉર્ફે કાંથા દ્વારા કરવામાં આવ્યો હતો, જે હત્યાનો ગુનેગાર છે. જેની કર્ણાટકના બેલાગવીની જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને આતંકવાદ વિરોધી કાયદા ેંછઁછ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
Recent Comments