fbpx
ગુજરાત

નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં જ રાજકારણ ગરમાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ સામેથી મોવડીમંડળને પત્ર લખીને નહીં લડવાની જાહેરાત કરી હતી. નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ રાતોરાત ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં જ રાજકારણ પણ ગરમાયું હતું. એવું પણ કહેવાય છે કે નીતિન પટેલે તેમના ત્રણ સમર્થકોને કડી, વિજાપુર અને મહેસાણા બેઠકોની ટિકિટ અપાવવામાં સફળતા મેળવી છે. મહેસાણા ખાતે ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ સાથે મંચ પર જાેવા મળેલા નીતિનભાઈએ કાર્યકરોને કહ્યું હતું કે તમને બધાને નવાઈ લાગતી હશે કે મેં કેમ સામેથી ના પાડી. મહેસાણામાં એકતરફી અભિપ્રાય મારો આવ્યો હતો. મોવડીમંડળ મારા નામની જાહેરાત કરે એ પહેલાં મેં સામેથી પત્ર લખીને ના પાડી છે.

Follow Me:

Related Posts