બિહારમાં સત્તા પરિવર્તન બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. બુધવારે તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સતત પ્રાદેશિક સહયોગીને ખતમ કરી રહ્યું છે. આ માટે તેમણે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પર પણ નિશાન સાધ્યું હતું. બારામતીમાં પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું કે, ભાજપ સતત આયોજન કરી રહ્યું છે કે કેવી રીતે પ્રાદેશિક સહયોગીઓને નબળા પાડવા. તેમણે કહ્યું કે બિહાર તેનું ઉદાહરણ છે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર પહેલાથી જ સતર્ક હતા અને તેમણે ભાજપ સાથે સંબંધ તોડવાનો ર્નિણય લીધો. પવારે કહ્યું કે, અગાઉ અકાલી દળ ભાજપનો સહયોગી હતો. પ્રકાશ સિંહ બાદલ તેમની સાથે હતા, પરંતુ આજે પંજાબમાં પાર્ટી લગભગ ખતમ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ ઘણા વર્ષોથી સાથે હતા. પરંતુ ભાજપે આયોજન કરીને શિવસેનાને નબળી પાડી અને મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા.
પવારના નિવેદનનો વિરોધ કરતા ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિંદે કેમ્પમાં ૫૦ ધારાસભ્યો છે જ્યારે ભાજપનું સંખ્યાબળ ૧૧૫ છે. વધુ બેઠકો હોવા છતાં અમે શિવસેનાના એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનવા દીધા. પવારની સમસ્યા અલગ છે અને આપણે બધા આ જાણીએ છીએ.
Recent Comments