fbpx
રાષ્ટ્રીય

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ,PM મોદીએ આપ્યા અભિનંદન

નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. હંગેરીના બુડાપેસ્ટમાં નીરજે ૮૮.૧૭ મીટરના થ્રો સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ પર કબજાે કર્યો અને ઇતિહાસ રચ્યો છે. આ સાથે નીરજ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. રવિવાર ૨૭મી ઓગસ્ટની મોડી રાતની ફાઇનલમાં નીરજ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં આવી હતી અને વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયને નિરાશ કર્યા ન હતા. એટલું જ નહીં, તે જેવલિન થ્રોમાં એક જ સમયે ઓલિમ્પિક ગોલ્ડ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ જીતનાર વિશ્વનો માત્ર બીજાે જેવલિન થ્રોઅર બન્યો. બીજી તરફ નીરજના નજીકના હરીફ પાકિસ્તાનના અરશદ નદીમે સિલ્વર મેડલ જીત્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને લખ્યું, પ્રતિભાશાળી નીરજ ચોપરાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

તેમનું સમર્પણ, ચોકસાઈ અને જુસ્સો તેમને માત્ર એક મહાન રમતવીર ચેમ્પિયન જ નહીં પરંતુ સમગ્ર રમતગમતની જગ્યામાં શ્રેષ્ઠતાનું પ્રતીક પણ બનાવે છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન. અનુરાગ ઠાકુરે પણ ટ્‌વીટ કરીને લખ્યું ભારતીય એથ્લેટિક્સના ગોલ્ડન બોયએ બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંકમાં જીત મેળવી. આ સાથે, નીરજ ચોપરા ઈંઉર્ઙ્મિઙ્ઘછંરઙ્મીંૈષ્ઠજઝ્રરટ્ઠદ્બॅર્ૈહજરૈॅજમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બની ગયો છે. સમગ્ર દેશને તમારી સિદ્ધિઓ પર ગર્વ છે અને આ ક્ષણ ભારતીય રમતગમતના ઈતિહાસમાં હંમેશા માટે યાદ કરવામાં આવશે. પ્રથમ હાફ પછી નીરજ ચોપરા ટોચ પર હતો અને હવે માત્ર ૩ થ્રો બાકી હતા. નીરજનો ચોથો થ્રો માત્ર ૮૪.૬૪ મીટર હતો જ્યારે અરશદે ૮૭.૧૫ મીટરનો થ્રો કર્યો હતો. સ્પર્ધા અઘરી લાગતી હતી, પરંતુ અરશદ પાંચમા અને છઠ્ઠા થ્રોમાં નિષ્ફળ ગયો. તે જ સમયે, નીરજે ૮૭.૭૩ મીટરનો પાંચમો થ્રો કર્યો અને છઠ્ઠો થ્રો ફેંકતા પહેલા જ ચેમ્પિયન બની ગયો. નદીમે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે ચેક રિપબ્લિકના યાકોવ વાડલેચે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Follow Me:

Related Posts