અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવડા ગામ સ્થિત નીલવડા નાની સિંચાઈ યોજના આજરોજ તા.૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૯.૦૦ કલાકે ઓવરફ્લો છે. નીલવડા ગામના નીચવાસમાં આવતા વિસ્તારોમાં સાવધ રહેવા અનુરોધ છે. નીલવડા, તાઈવદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાવધાનીના પગલાંઓ અનુસરવા અને તકેદારી રાખવી, તેમ નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
નીલવડા નાની સિંચાઈ યોજના ઓવરફ્લો: નીલવડા, તાઈવદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાવધાનીના પગલાંઓ અનુસરવા અને તકેદારી રાખવા અનુરોધ

Recent Comments