અમરેલી

નુકશાનીનો સર્વે કરવામાં ભાજપ સરકાર અમરેલી, કુંકાવાવ તાલુકાને બાકાત રાખવાનું બંધ કરે : પરેશ ધાનાણી

ગુજરાતમાં છેલ્લા ર૮ વર્ષથી ભાજપની સરકાર છે, અને આ સરકાર હમેશા ખેડુત વિરોધી રહી છે, ગુજરાત રાજયની ભાજપ સરકાર ખેડુતલક્ષી અને ખેડુતના હમદર્દ હોવાના માત્રને માત્ર પોકળ દાવા કરે છે, અમરેલી જીલ્લામાં તા.૦૪/૦૩/ર૦ર૩ થી ૦૮/૦૩/ર૦ર૩ દરમ્યાન થયેલ કમોસમી વરસાદ પડેલ જેમાં ખેડુતોને ખેતીપાકને ભારે નુકશાની થયેલ અને સરકારે નુકશાનીનો સર્વે કરવા આદેશ આપેલ જેમાં અમરેલી અને કુંકાવાવ તાલુકાને બાકત રાખેલ છે.

જો ખરાં અર્થમાં ભાજપ સરકાર ખેડુતના હિતની અને લાભની વાત કરવા માંગતી હોય તો અમરેલી, કુંકાવાવ તાલુકાના ગામડાઓના ખેડુતોના ખેતરે જઈ માવઠાથી ખેડુતોને થયેલ નુકશાનીનો તાગ મેળવી ખેડુતોને તાત્કાલીક સહાય આપવા માટે આદેશ આપવાની માંગ પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરી છે.

Related Posts