બોલિવુડમાં આજકાલ એક નવો વાયરો ચાલ્યો છે. મોટાભાગના કલાકારો હવે સાઉથની ફિલ્મોમાં પદાર્પણ કરવા જઇ રહ્યા છે. તાજેતરમાં જ જાણીતી અભિનેત્રી કૃતિ સેનનની નાની બહેન નુપુર સેનને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ ‘નૂરાની ચેહરા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તાજેતરમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ દિવસોમાં દરેક જગ્યાએ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગનો દબદબો છે. આજે દરેક બૉલીવુડ સ્ટાર સાઉથની ફિલ્મોમાં કામ કરવા માંગે છે.
બોલિવૂડના મોટા કલાકારો સાઉથની ફિલ્મોમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવવા માંગે છે. જ્યારે સૌથી નવાઈની વાત એ છે કે સાઉથના કલાકારો હવે બોલિવૂડની ફિલ્મો તરફ વધુ ઝુકાવ ધરાવતા થયા છે. હવે બોલિવૂડની વધુ એક અભિનેત્રી સાઉથની ફિલ્મોમાં ગ્રાન્ડ એન્ટ્રી કરવા જઈ રહી છે. કૃતિ સેનનની બહેન અને અભિનેત્રી નુપુર સેનન હવે રવિ તેજા સાથે સાઉથની ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. બોલિવૂડની હિરોઈનો સાઉથની ફિલ્મો તરફ આજકાલ વધુ ધ્યાન આપી રહી છે અને હવે આ લિસ્ટમાં નુપુર સેનનનું નામ પણ જાેડાઈ ગયું છે. તેણી ટોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં નુપુર સાઉથના સુપરસ્ટાર રવિ તેજા સાથે રોમાન્સ કરતી જાેવા મળશે. આ બંનેની ફિલ્મનું નામ છે ‘ટાઈગર – નાગેશ્વર રાવ’. લોકપ્રિય સ્ટાર આલિયા ભટ્ટ બાદ હવે નુપુર સેનન પણ સાઉથની ફિલ્મમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.
આ ફિલ્મનું નિર્માણ અભિષેક અગ્રવાલ દ્વારા કરવામાં આવશે, જેમણે તાજેતરમાં રિલીઝ થયેલી વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું નિર્માણ કર્યું હતું. જ્યારે વંશી આ ફિલ્મના નિર્દેશક હશે. આ ફિલ્મ આવતીકાલે એટલે કે ૦૨/૦૪/૨૦૨૨ના રોજ લોન્ચ થશે. તાજેતરમાં આ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં નુપુર સેનનની એન્ટ્રી કરવામાં આવી છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી, આમ ૫ ભાષામાં રિલીઝ થશે. તાજેતરમાં નવોદિત અભિનેત્રી નુપુર સેનને નવાઝુદ્દીન સિદ્દીકી સાથેની ફિલ્મ ‘નુરાની ચેહરા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.
આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ પહેલા, નુપુરે અક્ષય કુમાર સાથે પ્રખ્યાત ગાયક બી પ્રાકના ગીતો ‘ફિલહાલ’ અને ‘ફિલહાલ ૨’માં પણ શાનદાર કામ કર્યું હતું, ત્યારે તેણીના કામને લઈને ઘણી ચર્ચા થઈ હતી. નુપુર અને અક્ષયના આ ગીતોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આલિયા ભટ્ટે રાજામૌલીની ફિલ્મ ‘ઇઇઇ’માં નાનું પણ શાનદાર કામ કર્યું હતું. તેણે આ ફિલ્મમાં એક નાનકડા રોલમાં ખૂબ જ સારું યોગદાન આપ્યું હતું. સાઉથની ફિલ્મોમાં બોલીવુડ સ્ટાર્સના કામના લિસ્ટમાં હવે નુપુર સેનન પણ આવી ગઈ છે.
Recent Comments