ભાવનગર

નૂતનવર્ષના દિવસે બગદાણા ધામમાં અન્નકૂટ ઉત્સવ થશે વિવિધ રસ વ્યંજનો સાથે પ્રતિવર્ષ અન્નકૂટ દર્શનનો લાભ યાત્રાળુઓને મળે છે 

સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે ગુરુદેવ બજરંગદાસ બાપાના ધામમાં વિક્રમ સંવત 2081ના પ્રારંભના દિવસે આજે તા.2 ને શનિવારના રોજ અન્નકૂટપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. બગદાણાના ગુરુ આશ્રમ ખાતે આવેલા બજરંગદાસ બાપાના ગાદી મંદિર, શ્રીરામ પંચાયત સાથેના નૂતન મંદિર, શ્રીકાળભૈરવ દાદા મંદિર, શ્રી અન્નપૂર્ણા દેવી મંદિર ખાતે આજે વિવિધ વ્યંજનો સાથે અન્નકૂટ કરવામાં આવશે. પ્રતિવર્ષની પરંપરા મુજબ ગુરઆશ્રમની સાથે બગદાણા ગામમાં આવેલા વિવિધ દેવાલયો ખાતે પણ અન્નકૂટ પ્રસાદ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.અન્નકૂટપ્રસાદને ભોજન શાળાની રસોઈમાં ભેળવીને સૌયાત્રાળુઓને પ્રસાદ વિતરણ માં આ પ્રસાદી મળશે.દિવાળીની પર્વમાળાના આ દિવસોમાં ગુરુઆશ્રમના સમગ્ર પરિસર તેમજ મંદિરોને વિવિધ રોશની, દીવડાવોથી જળાહળા થતા નયનરમ્ય  દ્રશ્ય સર્જાયું છે.તેમજ વિવિધ રંગોની રંગોળીએ ભારે આકર્ષણ થયું છે.અત્રે એ ઉલ્લેખની છે કે ધનતેરશ,દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજના સળંગ દિવસોમાં બે લાખ ઉપરાંત દર્શનાાર્થીઓ,ભાવિક ભક્તજનો અહીં દર્શનનો લાભ લે છે. અને તેના માટે ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન નીચે તમામ આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Related Posts