અમરેલી

નૂતનવર્ષના લાભ પાંચમના પાવન અવસરે ૫ કરોડ ૩૫ લાખના વિકાસના કામોના શ્રીગણેશ કરતા સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલા..

સામાન્ય રીતે જુનવાણી પરંપરા મુજબ દિવાળીનો તહેવાર આનંદ, ઉમંગ અને હર્ષોલ્લાસનો તહેવાર બાદ લાભ પાંચમનો દિવસ શુભ કાર્યો માટેનો અતિ મહત્વનો સુકાર્ય દિવસ તરીકે ઉજવવાની રીતરસમ હજુ સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે આ તહેવારમાં સૌ પોત-પોતાના બિઝનેસ કે અન્ય કામોની શુભ શરૂઆત કરતા હોય છે ત્યારે શુભ દિવસનો અવસર હોય ને વિકાસના કાર્યનો પર્યાય બનેલા સાવરકુંડલા-લીલીયાના કર્મનિષ્ઠ ધારાસભ્ય મહેશ કસવાળા પ્રથમ દીપાવલીનો પર્વ પણ મતદાતાઓની વચ્ચે ઉજવણી કરીને નવા વર્ષના આરંભે શુભ કાર્યનો શુભારંભ પણ વિકાસ કામોની પહેલ લાભ પાંચમના દિવસે કરીને નામના નહી પણ કામના ધારાસભ્ય તરીકેની ખ્યાતિ પામેલા ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ પોતાના વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહર્ત અને લોકાર્પણ કરીને લાભ પાંચમની શુભ શરૂઆત કર્યું હતું  જેમાં નવ નિર્મિત પંચાયત ઘર, 

સીસી રોડ, માઈનોર બ્રિજ, નાળા રીપેરીંગ, પ્રાથમિક શાળાનું બાંધકામ સહિતના ૫  કરોડ ૩૫ લાખના કામોનો શુભારંભ 

કરવામાં અવ્યો હતો.  નુતનવર્ષના શુભ શરૂઆતમાં લાભ પાંચમના શુભ દિવસે અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના જુદા જુદા ગામોમાં જુદા જુદા કામોનું લોકાર્પણ તથા ખાતમુહર્ત ધારાસભ્યશ્રી મહેશ કસવાલા દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમા, ભુવા ગામે ગ્રામજનોની ઉપસ્થિતીમાં રૂા.૬૪ લાખના ખર્ચે મંજુર કરાવેલ પ્રાથમિક શાળાનું આધુનિક બિલ્ડીંગનું ખાતમુહર્ત, ત્યારબાદ વંડા ગામે સરપંચશ્રી તથા ગ્રામજનોની ઉપસ્થિતીમાં રૂા.૨.૧૮ કરોડના ખર્ચે મંજુર થયેલ ગોપાલપરા – વંડા રોડના કામનું ભુમિપુજન કરયું તેમજ રૂા.૨.૪૫ કરોડના ખર્ચે મંજુર કરાવેલ ધાર – પિયાવા રોડનું ભુમિપુજન કરેલ અને સાવરકુંડલાનું છેવાડાનું ગામ પાટી મુકામે સરપંચશ્રી તથા ગ્રામજનોની ઉપસ્થિતીમાં રૂા.૧૭ લાખના ખર્ચે તૈયાર થયેલ ગ્રામ પંચાયત ઓફીસનું લોકાર્પણ કર્યુ હતુ આ સમગ્ર કાર્યક્રમોમાં ધારાસભ્ય મહેશ કસવાલા સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, જીલ્લા પંચાયતના સદસ્યશ્રી પુનાભાઇ ગજેરા, ભાજપ અગ્રણીશ્રી રાણાભાઇ રાદડીયા, તાલુકા ભાજપા પ્રમુખશ્રી જીવનભાઇ વેકરીયા, તાલુકા પંચાયત સદસ્યશ્રી પ્રમોદભાઇ રંગાણી, તાલુકા ભાજપ બક્ષીપંચ મોર્ચાનાશ્રી કિશનભાઇ ખુમાણ, વંડા સરપંચશ્રી વાલાભાઇ સાટીયા, ભાજપ આગેવાનશ્રી જીવનભાઇ જાદવ, ભોળાભાઇ ઢોલરીયા, પાટી સરપંચશ્રી હિરાભાઇ બગડા સહીતના સ્થાનિક આગેવાનો જોડાયેલ હતા ત્યારે અગાઉ પણ ૩૫૦ કરોડ ઉપરાંતની સૈધાંતિક મંજૂરીઓ સરકાર માંથી મંજૂર કરાવીને કામમાં માનનારા ધારાસભ્ય કસવાળાએ મતદારોને આપેલા વચનો પાળી બતાવવામાં પાછી પાની કરી નથી તેમ અટલધારા કાર્યાલયની યાદીમાં જે.પી. હિરપરા એ જણાવાયુ છે.

Follow Me:

Related Posts