નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. કે .હાઈસ્કૂલમાં વેલકમ અને ફેરવેલ કાર્યક્રમ યોજાયો. પ્રવાસી શિક્ષકોને વિદાય અને જ્ઞાન સહાયકોને આવકાર
તા. ૨૭/૦૧/૨૦૨૪ ના રોજ શ્રી કે. કે. હાઈસ્કૂલમાં પ્રવાસી શિક્ષકોને વિદાય અને જ્ઞાન સહાયકોને આવકારવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માધ્યમિક વિભાગમાં પ્રવાસી શિક્ષક તરીકે કામ કરતા. જેસીંગભાઇ જીતિયા, જાગૃતીબેન મહેતા, સોનલબેન અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સંજયભાઈ પુંધેરા,પ્રિયંકાબેન રોકડ અને ઇલાબેન દાફડાને પારિવારિક ભાવથી વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જેસીંગભાઇ જીતિયાએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. વિદાય લેતા શિક્ષક ભાઈ/બહેનોએ શાળાને સ્મૃતિરૂપે ઈશ્વરની છબી ભેટ આપી હતી. તો શાળા તરફથી પણ વિદાય લેતા શિક્ષક ભાઈ/બહેનોને સ્મૃતિભેટ આપવામાં આવી હતી.
તેમજ જ્ઞાન સહાયક તરીકે નિમણૂક મેળવનાર ભૂમિકાબેન ઢગલ, કોમલબેન મકવાણા, શિલ્પાબેન બાલધિયા, હેતલબેન કાચા અને શબ્બીરભાઈ શેખને આવકારવામાં આવ્યા હતા. શાળાના શિક્ષક કમલેશભાઈ ગોંડલીયાએ વિદાય લેતા અને નવા આવનાર શિક્ષક ભાઈ /બહેનોના કાર્યોને બિરદાવ્યા હતાં. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ ગુજરીયાએ પણ નવા આવનાર જ્ઞાન સહાયક શિક્ષક ભાઈ/બહેનોને અને વિદાય લેતા પ્રવાસી શિક્ષક ભાઈ/બહેનોની ખૂબીઓને વ્યક્તિગત યાદ કરીને તેમની પ્રશંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકાશ્રી વર્ષાબેન પટેલે કર્યું હતું. આ ક્ષણને કાયમી સંભારણું બની રહે તે હેતુથી સમગ્ર પરિવારે સાથે મળીને ભોજન લીધું હતું. શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર સ્ટાફ પરિવારના સહકારથી કાર્યક્રમને સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Recent Comments