fbpx
અમરેલી

નૂતન કેળવણી મંડળ સાવરકુંડલાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બિરાદાવવા તેમજ સંન્માનવા માટે સુરત શહેરમાં ભવ્ય ભાતીગળ કાર્યક્રમ યોજાયો.

इति – सिध्धम् ન ભૂતો ન મવિષ્યતી (2) આખરે ૩/૯/૨૦૨૨ ને શનિવારની સંધ્યા આવી ગઇ જેના માટે સુરત સ્થિત માદરે વતનના શ્રી લલ્લુભાઇ શેઠ સ્થાપિત નૂતન કેળવણી મંડળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હોંશ પૂરી કરવા હેવન પાર્ટી પ્લોટમાં હકડેઠઠ્ઠ શ્રોતાઓની હાજરીમાં, વર્ષો પહેલાં આવી વસેલા અને આપબળે તથા કઠોર પરિશ્રમના પરિણામે પોતે કમાયેલ ધન-સંપત્તિમાંથી સમાજના તમામ ક્ષેત્રોમાં એ સંપત્તિનો સદ્ઉપયોગ કરવા સમર્થ બનેલા ૧૨૫ થી વધુ સાહસિકોને બિરદાવવાનો તેમને સન્માનવાનો ભવ્ય ભાતીગળ સમારોહ ” સૌરાષ્ટ્ર ગૌરવ એવોર્ડ”અને ” શ્રી લલ્લુભાઈ શેઠ સેવા સન્માન એવોર્ડ” શરુ થયો. શ્રોતાઓ ની તાળીઓ ના ગડગડાટ અને હર્ષનાદ વચ્ચે એક પછી એક ને સંપૂર્ણ વિવેક સાથે નૂતન કેળવણી મંડળના સૂત્રધારોએ સન્માન્યા.

પોતાની અનોખી અને પ્રભાવશાળી વાકછટા થી પ્રસંગને અનુરુપ શ્રોતાઓની રુચિભંગ ના થાય તે માટે ભાઇ મનિષભાઇ વધાશીયા તથા જનકભાઈ સાવલીયા પ્રસંગને ઔર રસપ્રદ બનાવ્યો.કુલ ૬ કલાક આસપાસ ચાલેલા કાર્યક્રમમાં શ્રોતાઓને ક્યાંય અભાવ આવ્યાનો અણસાર સુધ્ધાં જોવા ના મળ્યો .એ સન્માન દરમ્યાન નૂતન કેળવણી મંડળના મૂળ ઉદ્દેશને પાર પાડવા ધનિકોએ પોતે જ્યાં બાળપણ વિતાવ્યું, જ્યાં ભણ્યા- ધડાયા અને જે સંસ્કાર પામ્યાં તેનુ રુણ અદા કરવા એક પછી એક હોંશ થી ધન-રાશી જાહેર કરવા મંડ્યા.જેમ એક દિપક પોતે પ્રગટ્યા પછી બીજા અનેક દિપક પ્રગટાવી શકે તેવું જ થયું . બરાબર ૧૧/૧૫ સ્ટેજ સંભાળ્યું માયાભાઈ આહિરે તથા જયદિપ ગોસાઇ એ બંને એ પોતાની લાક્ષણિક શૈલીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ, ભાવવિભોર કરી દીધા. કે રાત્રીનાં ૩ ક્યારે વાગી ગયા ખબર જ ના પડી .

આ બધું શક્ય બન્યું સુરત સ્થિત ભૂતપૂર્વ વિધાર્થીઓ ના અથાક પરિશ્રમથી એમાંય શ્રી સ્નેહલભાઇ કરસાળા અને નિલેશભાઈ કુંભાણીએ તો પોતાની ઓફિસ,ધંધો, વ્યવહાર, વાહનો અને ટંકે-ટંકે નાસ્તા ભોજન ટ્રસ્ટીઓ અને નાસ્તા ભોજન ટ્રસ્ટીઓ અને કાર્યકરો માટે ન્યોછાવર કરી દીધેલા, નામી-અનામી સર્વે યુવાનોની અથાક દોડાદોડીએ એમાં દિવેલ પૂર્યુ, ર્થી નૂતન કેળવણી મંડળ સુત્રધારો ની હૂંફથી કે જેમાં ૭૭ વર્ષની જૈફ વયના શ્રી કનુભાઈ ગેડીયા જુવાનીયાઓને જોમ આવે તેમ સુરત દોડધામ કરતાં રહેલાં એવા જ ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રાવળ અને સૌને એક તાંતણે પોતાની પ્રતિભાવંત છટાથી પ્રભાવિત કરતાં કાણકિયા કોલેજના પ્રિન્સીપાલ ડોક્ટર શ્રી શૈલેષભાઇ રવિયા તેમજ સૌ વિદ્યાર્થીઓના દિલમાં માનભર્યું સ્થાન જમાવી ચૂકેલાં, જેમનું સૂચન માત્ર બ્રહ્મવાક્ય સમજનારા શ્રી દેશાઇ સાહેબ અને પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન ઘેલાણી (કામદાર)ના તથા વિધાગુરુ ફાઉન્ડેશનના શ્રી હરેશભાઈ મહેતા તથા શ્રી દિવ્યકાન્તભાઇ સુચકનાં માર્ગદર્શનથી. અનેક મહાનુભાવો શ્રી પ્રવીણભાઈ લહેરી, પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ, શ્રી રતિલાલ બોરીસાગર સાહેબ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત જેમનો સહયોગ નોંધપાત્ર રહ્યો એવા જ ધારાસભ્યશ્રી અમરિશભાઇ ડેર જે કાણકિયા કોલેજના વિધાર્થી હોવાનું ગૌરવથી કહે આ બધાએ પોતાનો કિંમતી સમય ફાળવી સમારંભની શાન વધારી,અને આવેલાં તમામ આમંત્રીતોએ હાજર રહી પ્રસંગને ઔર રુડો બનાવ્યો એવા નામી અનામી સૌનો નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓએ હૃદયપૂર્વક આભાર માનેલ વિશેષ તો મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઇ વાટલિયા, ઉપપ્રમુખ શ્રી મુકુંદભાઇ નાગ્રેચાએ પણ આવા સુંદર અને સફળ આયોજનને યાદગાર બનાવવા માટે સૌનો આભાર માન્યો હતો

Follow Me:

Related Posts