ગુજરાત

નેઇલ આર્ટિસ્ટ મોના હિંગુનો વિડીયો ઉતારનારને જાનથી મારી નાંખવાની ધમકીયુવતીએ વૈભવી કાર સાથે પોલીસની હાજરીમાં જ જાહેરમાં ગાળા ગાળી કરીને તમાશો મચાવ્યો હતો

વડોદરાના વાસણા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક યુવતીએ જાહેરમાં તમાશો સર્જ્‌યો હતો. યુવતીએ વૈભવી કાર સાથે પોલીસની હાજરીમાં જ જાહેરમાં ગાળા ગાળી કરીને તમાશો મચાવ્યો હતો. આ ઘટના સમયે વીડિયો ઉતારનારને હવે સતત ધમકીઓ મળી રહી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારનાર પવન કુમાવત નામના વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ત્યારે રેકોર્ડ કરેલા વીડિયો અને પોલીસને કરેલી મદદને કારણે પવન કુમાવતને ધમકી મળી રહી છે. ત્રણ દિવસ પહેલા પણ પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના પગલે ગોત્રી પોલીસે મોડે મોડે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. યુવતીએ જાહેરમાં જ પોલીસ સાથે અભદ્ર વ્યવહાર શરુ કર્યો હતો. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન તેને રોકતા પોલીસ સાથે અયોગ્ય વ્યવહાર શરુ કર્યો હતો. જાહેર માર્ગ પર જ બેફામ ગાળાગાળી કરતા વધુ મહિલા પોલીસ કાફલાને સ્થળ પર બોલાવીને યુવતી મોના હિંગુની ધરપકડ કરી હતી. નશામાં ધમાલ મચાવનારી યુવતી નેઇલ આર્ટિસ્ટ હોવાનું સામે આવ્યું હતુ. શરુઆતમાં સ્થળ પર એક જ મહિલા પોલીસ કર્મી હાજર હોવાને લઈ પોલીસ માટે તેને નિયંત્રિત કરવી મુશ્કેલ બની હતી. જાેકે તુરત જ અન્ય મહિલા કર્મીઓ આવી પહોંચતા તેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.

Related Posts