અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં આગામી ફિલ્મ્સના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ આ બધાની સાથે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં, તે તેના પર ઉદ્ભવતા દરેક સવાલોના જવાબ માટે પણ પ્રખ્યાત થઈ છે. હવે કંગના રનૌતે શુક્રવારે સાંજે મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન સુખદેવ પાનસેની અપમાનજનક ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તે એક રાજપૂત મહિલા છે.
જે હાડકા તોડે છે. પાનસેએ પોતાની કોમેન્ટમાં કંગના રનૌતને ‘નાચવા ગાવા વાળી’ ગણાવી હતી આ ટિપ્પણી અંગે આઈએએનએસના ટ્વીટના આધારે કંગનાએ જાેરદાર જવાબ આપ્યો. આ જવાબમાં કંગનાએ ઘણા બોલિવૂડ સ્ટાર્સને પણ નિશાન બનાવ્યા છે. હવે કંગનાનું આ ટિ્વટ જાેરદાર વાયરલ થઈ રહ્યું છે. કંગના રનૌતે ટિ્વટર પર લખ્યું, ‘તે ગમે તે હોય, શું તે જાણે છે કે હું દીપિકા, કેટરિના અથવા આલિયા નથી. હું મારા જેવી એકમાત્ર એવી વ્યક્તિ છું જેણે આઈટમ નંબર કરવાની ના પાડી હતી, મોટા હિરોની ફિલ્મો કરવાનો ઇનકાર કર્યો હતો. જેણે આખી બોલીવૂડ ગેંગના પુરુષો અને મહિલાઓને પોતાની વિરુદ્ધ બનાવ્યા.
હું રાજપૂત સ્ત્રી છું, હું હાડકાં તોડી નાખું છું. કંગના રનૌતનું આ ટિ્વટ આઈએએનએસના એક ટિ્વટના જવાબમાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, ‘મધ્ય પ્રદેશની કમલનાથ સરકારના ભૂતપૂર્વ પ્રધાન સુખદેવ પાનસે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તે નાચનારી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના આ દિવસોમાં આગામી ફિલ્મ ધાકડના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તે જય લલિતાની બાયોપિક ‘થલાઇવી’ માં પણ જાેવા મળશે.
Recent Comments