fbpx
રાષ્ટ્રીય

નેધરલેન્ડના આમ્સ્ટર્ડમના મેયરએ શહેરમાં આવનારા પર્યટકોને આપી ખાસ શિખામણ

દુનિયાના ટોપ ટુરિસ્ટ પ્લેસમાંથી એક આમ્સ્ટર્ડમ પોતાના સ્થાનિક નાગરિકો અને પર્યટકો વચ્ચે સંતુલન બનાવવાની કોશિશમાં છે. આ જ કારણ છે કે શહેરના મેયર ફેમ્ફે હલ્સેમાએ કહ્યું કે તેઓ એવા પર્યટકોનું સ્વાગત કરવા માટે જરાય તૈયાર નથી જેઓ અહીં ફક્ત સેક્સ અને ડ્રગ્સની શોધમાં આવે છે. શહેરની સુંદરતા અને અહીંના નેચરને માણવા માંગતા હોવ તો તમારું સ્વાગત છે. સ્થાનિક નેતાઓએ શહેરની છબી સુધારવાના હેતુથી આવું પગલું ભર્યું છે. મેયરનું કહેવું છે કે અહીં આવનારા મોટાભાગના ટુરિસ્ટ ફક્ત ડ્રગ્સની લત અને સેક્સની ઈચ્છામાં એમ્સ્ટર્ડમ આવે છે અને તેનાથી દુનિયાભરમાં અમારું નામ ખરાબ થાય છે. શહેરને સુંદર નહેરોની સિટી કહેવાય છે પરંતુ અહીં આવનારા પર્યટકોએ તેને બદનામ શહેર તરીકે પ્રખ્યાત કર્યું.

જેનાથી સ્થાનિક નેતાઓ અને સરકારો ખુબ પરેશાન છે. એમ્સ્ટર્ડમમાં દેહ વેપાર કાનૂની છે અને ગાંજાે પીવો એ પણ અહીં ગુનાની શ્રેણીમાં આવતો નથી. આ બંને વસ્તુ એમ્સ્ટર્ડમના ખજાનામાં વધારા માટે મોટી ભૂમિકા ભજવે છે. સરકારોને થઈ રહેલા આર્થિક ફાયદા છતાં મેયરે શહેરની છબી સુધારવાના હેતુથી આવું નિવેદન આપ્યું છે. મેયર ફેમ્ફે હલ્સેમાનું કહેવું છે કે જે લોકો અહીં લાંબા સમયથી રહે છે તેઓ પોતાને અલગ થલગ મહેસૂસ કરે છે. અમે વેનિસ કે ડબરોવનિક બનવા માંગતા નથી અને અમને અમારા ભવિષ્યની ચિંતા છે. આ સાથે જ શહેરને આવનારી પેઢીઓને અનુકૂળ બનાવવાનું છે. વર્ષ ૨૦૧૮માં એમ્સ્ટર્ડમના પહેલા મહિલા મેયર તરીકે પદભાર સંભાળનારા હલ્સેમા પહેલા ડચ ગ્રીન લેફ્ટ પાર્ટીના નેતા હતા અને તેમને એવું લાગે છે કે તેમના પોલિટિકલ બેકગ્રાઉન્ડથી શહેરમાં વધતા ડ્રગ્સ કલ્ચર પર લગામ લગાવવામાં મદદ મળી શકશે.

શહેરમાં પર્યટકો ન આવવાથી થનારા નુકસાન અંગે જણાવતા મેયરે કહ્યું કે એમ્સ્ટર્ડમ હવે તે લોકોને આકર્ષિત કરે જે નૈતિકતાની સાથે અહીં રજાઓ ગાળવા માટે આવવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે અમે અમારા શહેરમાં પર્યટકોને પ્રેમ કરીએ છીએ કારણ કે તેઓ અમારી અર્થવ્યવસ્થાનો મહત્વનો હિસ્સો છે. ખાસ કરીને જ્યારે પર્યટક અમારા શહેરની સુંદરતા માટે અમારા મ્યૂઝિયમ, અને સંસ્કૃતિને જાેવા માટે અહીં આવે છે. પરંતુ અમને કેટલાક પર્યટકો સાથે સમસ્યા છે, તે પર્યટન સાથે નહીં પરંતુ કેટલાક ટુરિસ્ટના વ્યવહાર સાથે છે. એમ્સ્ટર્ડમ આવનારા પર્યટકો અંગે મેયરે આવું પહેલીવાર કડક વલણ નથી અપનાવ્યું. આ અગાઉ પણ તેઓ આવી ચેતવણી બહાર પાડી ચૂક્યા છે. જૂનમાં તેમણે કહ્યું હતું કે જાે પર્યટકોને કેનબિસ કેફેમાં આવતા રોકવામાં આવે તો અહીં થનારા ગુના પર લગામ લગાવી શકાય છે. શહેરમાં ડ્રગ્સ સામાન્ય રીતે સરળતાથી મળી જાય છે અને પ્રશાસનનું કહેવું છે કે તેના દ્વારા મની લોન્ડરિંગથી લઈને ક્રાઈમની ઘટનાઓને પ્રોત્સાહન મળે છે.

આવામાં જાે તમે એમ્સ્ટર્ડમ જવાનું પ્લાનિંગ કરતા હોવ તો જરા સંભાળીને જજાે. મેયરના તાજા નિવેદનથી સ્પષ્ટ છે કે માત્ર મોજ મસ્તી અને ધમાલ મચાવવા આવનારા લોકોએ કડકાઈનો સામનો કરવો પડશે. જાે શહેરની સુંદરતાની મજા લેવા માંગતા હોવ તો આ શહેર તમાર માટે એક સારો વિકલ્પ બની શકે છે. કોરોનાના વધતા પ્રકોપને જાેતા અનેક દેશોએ પોત પોતાના ત્યાં વિદેશી પર્યટકોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યા હતા. પરંતુ હવે મહામારીની અસર ઓછી થયા બાદ અર્થવ્યવસ્થાને ફરી મજબૂત બનાવવા માટે ટુરિસ્ટ પ્લેસ તરીકે ઓળખ મેળવનારા દેશ વિદેશી પર્યટકોને વેલકમ કરી રહ્યા છે. આમ છતાં દુનિયાનું એક શહેર એવું પણ છે કે જ્યાં પર્યટકોને આમંત્રણ તો અપાઈ રહ્યું છે પરંતુ તેમની પાસેથી કેટલીક આસાઓ પણ રાખવામાં આવી રહી છે. આ શહેર છે નેધરલેન્ડની રાજધાની આમ્સ્ટર્ડમ, જ્યાંના મેયર ફેમ્ફે હલ્સેમાએ શહેરમાં આવનારા પર્યટકોને ખાસ પ્રકારની શિખામણ આપી છે.

Follow Me:

Related Posts