નેપાળમાં ક્રેશ થયેલું યેતી એરલાઇન્સનું વિમાન ૧૫ વર્ષ જૂનું હતું, જાણો શું છે હકીકત?..
નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં ૬૮ જેટલા લોકોના મોત નીપજ્યા હતા અને હજુ મૃત્યુઆંક વધે તેવી આશંકા સેવાઈ રહી છે. ત્યારે એક રિપોર્ટ પ્રમાણે દુર્ઘટનાગ્રસ્ત વિમાન ૧૫ વર્ષ જૂનું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષની નેપાળની આ સૌથી ખરાબ દુર્ઘટના હતી. નેપાળની નાગરિક ઉડ્ડયન સત્તાધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નેપાળની યેતી એરલાઇન્સ દ્વારા સંચાલિત ટ્વીન એન્જિન એટીઆર ૭૨ વિમાનમાં ૧૫ વિદેશી નાગરિકો અને ચાર ક્રૂ સભ્યો સહિત ૬૮ મુસાફરો હતા. વિદેશીઓમાં પાંચ ભારતીય, ચાર રશિયન, બે દક્ષિણ કોરિયન અને આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, આજેર્ન્ટિના અને ફ્રાન્સના એક-એક મુસાફરનો સમાવેશ થાય છે.
યતિ એરલાઇન્સ ૯દ્ગ-છદ્ગઝ્ર છ્ઇ-૭૨ એરક્રાફ્ટ સાથે જાેડાયેલી કેટલીક હકીકત આ રીતે છે જેમાં છ્ઇ૭૨એ એરબસ અને ઇટાલીના લિયોનાર્ડોના સંયુક્ત સાહસ દ્વારા ઉત્પાદિત વ્યાપકપણે ઉપયોગમાં લેવાતું ટ્વીન-એન્જિન ટર્બોપ્રોપ પ્લેન છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ હ્લઙ્મૈખ્તરંઇટ્ઠઙ્ઘટ્ઠિ૨૪એ જણાવ્યું હતું કે, યેતી એરલાઈન્સનું વિમાન ૧૫ વર્ષ જૂનું હતું અને અવિશ્વસનીય ડેટા સાથે જૂના ટ્રાન્સપોન્ડરથી સજ્જ હતું. યતિ એરલાઈન્સની વેબસાઈટ અનુસાર, તેની પાસે છ છ્ઇ૭૨-૫૦૦ વિમાનોનો કાફલો છે. તેની વેબસાઇટ પર નેપાળની અગ્રણી સ્થાનિક કેરિયર તરીકે પોતાને બતાવે છે. યેતી એરલાઇન્સની ફ્લાઇટ ૯દ્ગ-છદ્ગઝ્ર છ્ઇ-૭૨ રવિવાર સવારથી તેના ત્રીજા સૉર્ટી પર હતી. તે પહેલાં કાઠમંડુથી પોખરા અને ત્યાંથી પાછુ કાઠમંડુ જતું હતું.
યતિ એરલાઈન્સના વિમાને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે ૧૦ઃ૩૩ વાગ્યે ઉડાન ભરી હતી. પોખરા એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એરક્રાફ્ટ જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે ક્રેશ થયું હતું. અને જાે બચાવ કામગીરી અંગે પ્રવક્તાએ કહ્યુ પ્રમાણે તમને જણાવીએ તો તેમણે કહ્યું હતુ કે, ‘સેના, એરફોર્સ અને એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન રાહત કામગીરીમાં લાગેલા છે. નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ માહિતી આપી હતી કે, ફ્લાઇટમાં ૧૫ વિદેશી હતા જે અકસ્માતનો ભોગ બન્યા હતા.
જેમાં ભારત, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, રશિયા અને કોરિયાના નાગરિકોનો સમાવેશ થાય છે.’ એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાને કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી છે. એવરેસ્ટ સહિત વિશ્વના ૧૪ સૌથી ઊંચા પર્વતોમાંથી આઠ પર્વતોથી ઘેરાયેલા નેપાળમાં હવાઈ અકસ્માતો અસામાન્ય નથી. કારણ કે હવામાન અચાનક બદલાઈ શકે છે અને ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. જાે કે, નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રવિવારે હવામાન સ્વચ્છ હોવાથી અકસ્માત માટે હવામાન જવાબદાર નથી.
Recent Comments