fbpx
રાષ્ટ્રીય

નેશનલ કમિશન ફાર વિમેન એ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ ની સરકાર ની સણસણતી ટીકા કરી


રાજ્યમાં મહિલાઓની સલામતીનો મુદ્દો ફરી સામે આવ્યો છે અને તે માત્ર સરકારની બેદરકારીજ જવાબદાર છે. તેઓ ફક્ત તેમની ખુરશીને કેવી રીતે સુરક્ષિત રાખવી તેની કાળજી રાખે છે. તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણતે નિષ્ફળ ગઈ છે. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવિણ દરેકરે મહાવિકાસ આઘાડી સરકાર પર આવી ટીકા કરી છે. પ્રવીણ દરેકરે કહ્યું, મુંબઈમાં બળાત્કારનો ભોગ બનેલી મહિલાનો મુદ્દો એજન્ડામાં છે. મુંબઈમાં મહિલાઓ આજે ડરી ગઈ છે. મુંબઈ એક આંતરરાષ્ટ્રીય શહેર છે જ્યાં ઘણા લોકો રહે છે અને સુરક્ષિત છે. આજે એ તસવીરમાં તિરાડ પડી છે. તેઓ સરકારની નિષ્ફળતા માટે જવાબદાર છે. કારણ કે, છેલ્લા કેટલાક દિવસોમાં આવા પ્રકાર મોટા પાયે બન્યા છે. આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, જેનો અર્થ છે કે સરકાર ધ્યાન આપી રહી નથી. પોલીસ પર કોઈ નિયંત્રણ નથી. પોલીસ પાસે યોગ્ય માર્ગદર્શન નથી. ઉપરાંત, સરકાર ની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. પ્રાથમિકતાઓ બદલો, વાઝે જેવી પ્રવૃત્તિઓને ટેકો આપશો તો આજે આપણો પોલીસ વિભાગ, જેની સરખામણી સ્કોટલેન્ડ યાર્ડ સાથે કરવામાં આવે છે, સરકારની બેદરકારી ના કારણે બદનામ થઈ રહી છે. પોલીસ સક્ષમ છે. તેઓ હિંમતવાન છે,

પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન નહીં મળવાથી આજે આવી ભયાનક ઘટનામાં જાેવા મળે છે, એમ પણ, દરેકરે કહ્યું. તેજ સમયે, શું તમારી સરકાર એકમાત્ર પ્રાથમિકતા છે? છેવટે, સરકાર કોના માટે છે? સામાન્ય માણસને ન્યાય આપવા માટે સલામત રાખવા. જાે તમારા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી, તો આ સરકાર લોકો એક દિવસ પણ નહીં રાખે, દરેકરે આ સમયે આવી ચેતવણી આપી હતી.સાકીનાકાની શર્મસાર ઘટનાએ બધાને છંછેડી દીધા છે. નેશનલ કમિશન ફાર વિમેન એ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ ની સરકાર ની સણસણતી ટીકા કરી છે ત્યારે વિધાનપરિષદના વિપક્ષ નેતા પ્રવીણ દરેકર એ પણ ઠાકરે સરકાર ને આડેહાથ લીધા છે. ગણેશોત્સવ દરમિયાન મુંબઈને હચમચાવનારી ઘટના શુક્રવારે સવારે સાકીનાકા વિસ્તારમાં બની હતી. એક ૩૪ વર્ષીય મહિલા પર ટેમ્પો ચાલકે જાતીય શોષણ કર્યું હતું. શનિવારે સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.

પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જે બાદ સાકીનાકા બળાત્કાર કેસ બાદ રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ મુંબઈ આવી છે. મહિલા પંચના સભ્યોએ પીડિત પરિવારની મુલાકાત લીધી છે. અમે પીડિતોના પરિવારોની મુલાકાત લીધી છે. આ બનાવની પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે. તેની સારવાર કરનાર ડોક્ટરનો જવાબ નોંધવામાં આવશે. તે પછી અમે વરિ પોલીસ અધિકારીઓને મળીશું અને વિગતવાર માહિતી મેળવીશું. નેશનલ કમિશન ફોર વિમેનના સભ્યોએ કહ્યું કે આ પછી ચર્ચા થઈ શકે છે. પણ મહાવિકાસ આઘાડી સરકાર ઘણી અસંવેદનશીલ હોવાની સણસણતી ટીકા પણ નેશનલ કમિશન ફોર વિમેનના સભ્યોએ કરી હોવાનું જાણવા મળે છે.

Follow Me:

Related Posts