રાષ્ટ્રીય

નેશનલ કોન્ફરન્સના પૂર્વ નેતા દેવેન્દ્ર સિંહ રાણાનો મોટો દાવોઓમર અબ્દુલ્લા ૨૦૧૪માં ભાજપ સાથે મળીને સરકાર બનાવવા માંગતા હતા

જમ્મુ-કાશ્મીરમાં જેમ જેમ પ્રથમ તબક્કાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. મંગળવારે નેશનલ કોન્ફરન્સના પૂર્વ નેતા અને હવે બીજેપી નેતા દેવેન્દ્ર સિંહ રાણાએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ૨૦૧૪માં ઓમર અબ્દુલ્લા બીજેપી નેતાઓ અમિત શાહ અને રામ માધવને મળ્યા હતા. જેમાં તેમણે નેશનલ કોન્ફરન્સ સાથે મળીને સરકાર બનાવવાની વાત કરી હતી. હવે તેઓ લોકોને ગેરમાર્ગે દોરે છે. દેવેન્દ્ર સિંહ રાણાએ કહ્યું, ‘૨૦૧૪માં, જ્યારે હું નેશનલ કોન્ફરન્સનો ભાગ હતો, ત્યારે અમે અમારી સરકાર બનાવવા માટે દરેક દરવાજા ખટખટાવ્યા, કારણ કે અમારી પાસે માત્ર ૧૫ સીટો હતી.

ત્યારે ઓમર અબ્દુલ્લાએ અમિત શાહ અને રામ માધવને સરકાર બનાવવા માટે વિનંતી કરી હતી, પરંતુ તે સમયે ભાજપે તેમની માંગને ફગાવી દીધી હતી. બીજેપી નેતાએ એમ પણ કહ્યું કે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ અને ઓક્ટોબર ૨૦૨૧ વચ્ચે, નેશનલ કોન્ફરન્સે કોઈ પ્રકારનું ગઠબંધન કરવા માટે ઘણી વખત બીજેપી નેતૃત્વનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે હું નેશનલ કોન્ફરન્સમાં હતો ત્યારે ૫ ઓગસ્ટ, ૨૦૧૯થી ઓક્ટોબર ૨૦૨૧ સુધી બીજેપી નેતૃત્વ સાથે સંપર્ક કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા.

ઓમર અબ્દુલ્લાએ સત્ય કહેવું જાેઈએ. આ વખતે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન કર્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ૯૦ બેઠકો છે, જેમાંથી ૭ બેઠકો અનુસૂચિત જાતિ (જીઝ્ર) માટે અને ૯ બેઠકો અનુસૂચિત જનજાતિ (જી્‌) માટે અનામત છે. ભારતના ચૂંટણી પંચના ડેટા અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં ૮૮.૦૬ લાખ લાયક મતદારો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (ઁડ્ઢઁ)એ ૨૮ બેઠકો, ભાજપે ૨૫ બેઠકો, નેશનલ કોન્ફરન્સે ૧૫ બેઠકો અને કોંગ્રેસે ૧૨ બેઠકો પર જીત મેળવી હતી. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ૧૮ સપ્ટેમ્બર, ૨૫ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરે મતદાન થશે. ૮મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે.

Related Posts