મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રથમવાર સપ્ટેમ્બર માસમાં ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ યોજાનાર છે. જેના ભાગરૂપે આગામી તા.૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન યુવાનો–વિદ્યાર્થીઓમાં રમતને વધુ પ્રોત્સાહન મળે તેમજ અન્ય નાગરિકો પણ તેમાં સહભાગી થાય તે હેતુથી નેશનલ ગેમ્સની થીમ “Celebrating Unity through Sports” આધારિત રાજ્યની તમામ કોલેજ, યુનિવર્સિટી અને શાળા કક્ષાએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાશે તેમ પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રીશ્રીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ઐતિહાસિક રમતોત્સવમાં દેશભરમાંથી ૭,૦૦૦થી વધુ ખેલાડીઓ સહભાગી થશે. રમત-ગમતની પ્રવૃત્તિઓમાં પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉદેશથી આગામી તા.૧૨, ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે રાજ્યભરની કોલેજ / યુનિવર્સિટી તેમજ તા.૧૫ અને ૧૬ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરની શાળાઓમાં વિવિધ રમતલક્ષી કાર્યક્રમો યોજાશે. તા.૧૨ સપ્ટેમ્બરે રાજ્યના તમામ ૩૩ જિલ્લા મથકે યોજાનાર રમતલક્ષી કાર્યક્રમોમાં મંત્રીશ્રીઓ, સંસદશ્રીઓ, ધારાસભ્યશ્રી સહિત સ્થાનિક આગેવાનો તેમજ રમતવીરો ઉપસ્થિત રહેશે.


















Recent Comments