રાષ્ટ્રીય

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પંજાબ સરકારને દ્ગય્‌એ રૂ. ૧૦૨૬ કરોડનો દંડ ફટકાર્યો

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (દ્ગય્‌) એ, આજે ગુરુવારે પંજાબ સરકાર પર ૧૦૨૬ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પંજાબમાં જૂના કચરાના વ્યવસ્થાપન અને ગટરના ગંદા પાણીના નિકાલ પર નક્કર પગલાં ના લેવા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પંજાબની રાજ્ય સરકાર પર આ દંડ લગાવ્યો છે. આ મામલામાં સુનાવણી દરમિયાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું કે, હાલમાં પંજાબમાં ૫૩.૮૭ લાખ ટન જૂનો કચરો પડ્યો છે. જ્યારે બે વર્ષ પહેલા આ કચરો ૬૬.૬૬ લાખ ટન હતો. એનજીટીએ ઠપકો આપતા કહ્યું કે, આનો અર્થ એ થયો કે બે વર્ષમાં રાજ્ય સરકાર માત્ર ૧૦ લાખ ટન જ કચરાનો યોગ્ય અને નિયમ અનુસાર નિકાલ કરી શકી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું કે, હાલમાં પંજાબમાં ૫૩.૮૭ લાખ ટન જૂનો કચરો પડેલો છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર માત્ર ૧૦ લાખ ટન કચરાનો નિકાલ કરી શકી છે.

એનજીટીએ કહ્યું કે જાે આ જ ગતિએ કામ ચાલુ રહેશે તો ૫૩.૮૭ લાખ ટન જૂના કચરાનો નિકાલ કરવામાં ૧૦ વર્ષનો સમય લાગશે. જ્યારે, દ્ગય્‌એ તેના નવા આદેશોમાં કહ્યું કે, મુખ્ય સચિવ રિંગ-ફેન્સ્ડ એકાઉન્ટ બનાવવા અંગે ૨૦૨૨ ના આદેશનું પાલન કરવામાં નિષ્ફફ્ર ગયા. એનજીટીએ વધુમાં કહ્યું કે તેમને વર્ષ ૨૦૨૨માં ૨૦૮૦ કરોડ રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેનું મુખ્ય સચિવે પાલન કર્યું ના હતું. પંજાબ સરકારે અત્યાર સુધી માત્ર ૧૦૦ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું કે, આદેશનું ઉલ્લંઘન અને આદેશનું પાલન ના કરવું એ એનજીટી એક્ટ ૨૦૧૦ની કલમ ૨૬ હેઠફ્ર ગુનો છે. જ્યારે, એનજીટીએ તેના તાજેતરના આદેશમાં પંજાબ સરકાર પર જૂના કચરો અને ગટરના ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં ન લેવા બદલ ૧૦૨૬ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેસની આગામી સુનાવણી ૨૭ સપ્ટેમ્બરે થશે.

Related Posts