અમરેલી

નેશનલ હાઈવેની વ્યાખ્યા… અમરેલી જિલ્લાના જિલ્લાના અધિકારીઓ આપી શકશે….? દેશ જ્યારે આર્થિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યો હોય ત્યારે નેશનલ હાઈવે કેવા હોવા જોઈએ એ હવે કોણ સમજાવશે? 

વીજપડી થી અમરેલી નેશનલ હાઈવે ગણતા અધિકારીઓ જવાબ આપશે કે કેમ અવારનવાર રજૂઆત કરવા છતાં આ રસ્તાની  સ્થિતિમાં કોઈ ગુણાત્મક પરિવર્તન નથી આવતું? જાણે કે તંત્રના કાને આ વાત સંભળાતી હશે કે કેમ?  એ યક્ષપ્રશ્ન હવે લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. આ તસ્વીર વીજપડી થી અડધો કિલોમીટર થી શરૂ થતા નેશનલ હાઈવેની છે. અહીંથી મસ્ત મોટા ખાડાઓ અમરેલી સુધી જોવા મળેલ છે.. માતેલા સાંઢની માફક  કન્ટેનરો આ રસ્તા પર દોડતાં જોવા મળે છે..

જો કે નેશનલ હાઈવેની કેટેગરીમાં આ રોડ હોય એટલે પૂરપાટ ઝડપે દોડતાં વાહનો હોય એ પણ સ્વાભાવિક છે. પરંતુ નાના વાહનોવાળાનો શું દોષ? કારણ કે નાના વાહનો માટે તો આવા ખાડા યમદૂત સમાન જ ગણાય. એમાં પણ ખાસ કરીને દ્વિચક્રી વાહનોએ તો આ રસ્તા પર ચાલવું એટલે ખરેખર પરસેવો પડી જાય એવી બાબત ગણાય. આ હાઈવેના તમામ ખાડા રીસર્રેસિંગ કરીને આ હાઈવે સીધો સપાટ  ક્યારે થશે? એવો વેધક સવાલ  લોકમુખે  ચર્ચાઈ રહ્યો છે.એમ  અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું

Related Posts