અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા તેમના સંસદીય વિસ્તારના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે ઉચ્ચ કક્ષાએ હંમેશા વાચા આપતા રહ્યા છે ત્યારે આજરોજ સાંસદ શ્રી કાછડીયાએ નવી દિલ્લી ખાતે ભારત સરકારના રાષ્ટ્રીય ધોરીમાર્ગ સચિવ શ્રી ગીરીધર અરમાને સાથે રૂબરૂ મુલાકાત કરી મહુવા ઢ જેતપુર નેશનલ હાઇવે નંઈ ૩૫૧ ના પેકેજઢ૧ મહુવા થી બાઢડાનું સત્વરે ટેન્ડર કરવા તેમજ પેકેજઢ૨ બાઢડા થી અમરેલી સુધી ટુ લેન માંથી ફોરલેનની મંજુરી પ્રદાન કરવા બાબતે રજૂઆત કરેલ હતી. આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા એ જણાવેલ હતું કેલ અમરેલી સંસદીય વિસ્તાર માંથી પસાર થતા મહુવા – સાવરકુંડલા – અમરેલી – બગસરા – વડીયા – જેતપુર નેશનલ હાઈવેનું કામ કુલ પાંચ વિભાગ / પેકેજમાં વિભાજીત કરવામાં આવેલ છે. જેમાં ૮૧૯ મહુવા થી બાઢડા ૮૨૯ બાઢડા થી અમરેલી ૮૩૯ અમરેલી થી બગસરા ૮૪૯ બગસરા થી વડીયા અને ૮૫૯ વડીયા થી જેતપુર.
આ પાંચેય વિભાગ અંતર્ગત પેકેજ – ૧ એટલે કે મહુવા થી બાઢડા સુધીના કામની જમીન સંપાદન થી લઇ તમામ પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય જેથી આ કામનું સત્વરે ટેન્ડર કરવા અને પેકેજ – ૨ એટલે કે બાઢડા થી અમરેલી સુધીના રોડને ટુ લેન ના સ્થાને ફોર લેન બનાવવા બાબતે ભારત સરકારના રાષ્ટ્રીય ધોરીમાર્ગ સચિવશ્રીને રજૂઆત કરવામાં આવેલ છેઈ રજૂઆતના અનુસંધાને શ્રી ગીરીધર અરમાને તરફથી હકારાત્મક અભિગમ સાથે મહુવા થી બાઢડા સુધીના કામનું ટેન્ડર આ મહિનાના અંત સુધીમાં થઈ જશે અને બાઢડા થી અમરેલી સુધી ફોરલેન માટે જમીન સંપાદનની પ્રક્રિયાની કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આવશે તેવી ખાત્રી આપેલ હોવાનું સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે.


















Recent Comments