નેશનલ હાઈવે નં.૪૮ ઉપર રૂા. ૨૯.૧૯ લાખના વિદેશી દારૂ સાથે ટ્રક પકડવામાં આવ્યો
નેશનલ હાઈવે નં.૪૮ ઉપર વાસદ ટોલનાકા નજીકથી આણંદ એલસીબીએ મંગળવારે મોડી રાત્રે કેટલ ફીડની બોરીઓની આડમાં મુંબઈથી કચ્છમાં રૂ. ૨૯.૧૯ લાખના વિદેશી દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલકને ઝડપી પાડયો હતો. એલસીબીએ કુલ રૂ.૬૯.૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાન પાસિંગની એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વાસદ ટોલનાકા નજીકથી પસાર થનાર હોવાની બાતમી નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરી રહેલી આણંદ એલસીબીને મળી હતી.
જેના આધારે રાત્રે એલસીબી વાસદ ટોલનાકા નજીક વોચમાં ગોઠવાઈ હતી. દરમિયાન બાતમીદારના વર્ણન મુજબની ટ્રક આવતા તેને અટકાવી ડ્રાઈવરની પુછપરછ કરતા તે ગુરપ્રીતસિંહ ઉર્ફે સોનું શિવસિંહ જાટ (રહે. પંજાબ) હોવાનું અને ટ્રકમાં કેટલફીડની બોરીઓ ભરી હોવાનું જણાવ્યું હતું. જેથી કંટેનરની પાછળના ભાગે સીલ કરેલો દરવાજાે ખોલીને જાેતા પ્રથમ નજરે વેસ્ટ ભુંસાની બોરીઓ જાેવા મળી હતી. એલસીબીએ શંકાના આધારે બોરીઓ હટાવીને જાેતા કન્ટેનરમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ ૯૧૯ પેટીઓ મળી આવી હતી. જેથી ચાલકની પુછપરછ કરતા તેણે એક મોબાઈલ નંબર આપી સામેથી બોલતા શખ્સે ફોન કરી પંજાબથી મુંબઈ બોલાવ્યો હોવાનું અને દારૂ ભરેલી ગાડી પનવેલથી અપાવી હોવાનું જણાવ્યું હતું. તેમજ દારૂ ભરેલી ટ્રક કચ્છ-ભૂજ લઈ જવા અંગે વોટ્સએપ કોલથી જણાવ્યું હોવાની કબુલાત કરી હતી.
Recent Comments