સિહોર આજરોજ નેસડા સરકારી હાઇસ્કુલ ખાતે મા ફાઉન્ડેશન ભાવનગર દ્વારા કારકિર્દી સેમિનારનું આયોજન સફળતાપૂર્વક થયેલ જેમાં ઇન્ચાર્જ આચાર્યશ્રી એન કે પંડ્યા તેમજ સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તો બાળકોએ પણ કેબીસી ની જેમ રિમોટ ના આધારે લેવાયેલ કસોટીના ઉત્તર આપીને પોતે કયા ક્ષેત્રમાં આગળ વધી શકશે તેની માહિતી મેળવી હતી
માં ફાઉન્ડેશન તરફથી જગદીશભાઈ ખેર , વિરાટભાઈ જાની, ઉર્વશીબેન દેસાઈ અને વિભાબેન હળવદિયાએ બાળકોને ખૂબ જ વિસ્તૃત માહિતી આપી પોતાની કારકિર્દી ઘડવામાં કઈ લાઈન પસંદ કરવી એ પરીક્ષા ને આધારે નક્કી કરવામાં ઓનલાઇન ટેસ્ટ લઈ તેનું રિઝલ્ટ પ્રિન્ટ કાઢીને બાળકોને આપવામાં આવ્યું હતું
Recent Comments