અમરેલી

નેસડી ગામના રત્નકલાકાર (સામાન્ય) પરિવારની દિકરી “મિરાલી” ને ધો.૧૨ (કોમર્સ) માં ૯૫.૯૨ PR લાવતા પરિવાર તથા નેસડી ગામનું ગૌરવ વધારતા અભિનંદનની વર્ષા

સાવરકુંડલા તાલુકાના નેસડી ગામના સામાન્ય પરિવાર રત્નકલાકાર શ્રી વિપુલભાઈ મનસુખભાઈ સરવૈયાની દિકરી “મિરાલી”  ને ધો.૧૨ (કોમર્સ)માં ૯૫.૯૨ P.R સાથે ઉતીર્ણ થતાં પરિવાર તથા નેસડી ગામમાં ખુશીનો માહોલ સર્જાય ગયેલ છે અને “મિરાલી” તથા તેમના પિતા વિપુલભાઈ ઉપર અભીનંદનની વર્ષાઓ થઈ રહી છે આ તકે નેસડી ગામના સરપંચશ્રી કરશનભાઈ વઘાસિયા, ઉપસરપંચશ્રી ભરતભાઈ દોંગા, ભાજપા અગ્રણી શ્રી જીતુભાઈ ભટ્ટ તથા પૂર્વ સરપંચશ્રી હિંમતભાઈ ગેવરિયા અને યુવા અગ્રણી કિશન યાદવએ અભીનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Posts