રાષ્ટ્રીય

નોઈડા યુનિવર્સિટીમાં યુવકે છોકરીને ગળે લગાવ્યા બાદ મારી ગોળી, પોતે પણ કરી આત્મહત્યા

ગ્રેટર નોઈડાની એક ખાનગી યુનિવર્સિટીમાં હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. કોલેજમાં અભ્યાસ કરતા ત્રીજા વર્ષના વિદ્યાર્થીએ પહેલા તેના મિત્ર કે જે ત્રીજા વર્ષના વિદ્યાર્થી છે, તેના પર બે ગોળીઓ ચલાવી અને પછી પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર છોકરો અને છોકરી બંને એકબીજાને ઓળખતા હતા. હત્યા પહેલા વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને ગળે લગાવી અને ત્યારપછી શરૂ થયો મોતનો આ ખેલ. વિદ્યાર્થીએ વિદ્યાર્થિની પર સતત બે ગોળીઓ ચલાવી હતી, જેમાં વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.. ત્યારબાદ વિદ્યાર્થી હત્યાના સ્થળથી થોડે દૂર જાય છે, અને હોસ્ટેલના રૂમમાં જાય છે અને ગોળી મારીને આત્મહત્યા કરી લે છે. મૃતક વિદ્યાર્થીનું નામ અનુજ અને મૃતક વિદ્યાર્થીનું નામ નેહા છે. બંને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ હતા અને બે વર્ષથી એકબીજાને ઓળખતા હતા. હાલ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટનાને અંજામ આપવા માટે વિદ્યાર્થી અનુજે દેશી બનાવટની પિસ્તોલનો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ વિદ્યાર્થીએ દેશી બનાવટની પિસ્તોલ ક્યાંથી લીધી હતી. આ સિવાય આ ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો. ગ્રેટર નોઈડા પોલીસ આ તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવામાં આવી તો તેઓએ વાત કરવાની ના પાડી દીધી. કેટલાક લોકો કહી રહ્યા છે કે, તેઓને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે ઘટના સમયે ત્યાં ભીડ હતી.

Related Posts