નોઘણવદર કેન્દ્રવતી શાળા ખાતે આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા ના બાળકોએ મુલાકાત કરી હતી. રાજ્યભરમાં શરૂ થયેલા શિક્ષણના નવતર અભિગમના ભાગરૂપે આંગણવાડીના ભૂલકાઓ એ પ્રાથમિક શાળા ની મુલાકાત લઇ અને પ્રાથમિક શાળાના બાળકોએ આંગણવાડીએ જઈને ભૂલકાઓ સાથે જોડકણા ગીતો વાર્તાઓ રમતો સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી. પાલીતાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ અમરેલિયાએ વિવિધ આંગણવાડીઓની મુલાકાત લઈને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નોઘણવદર કેન્દ્રવતી શાળા ખાતે આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાના બાળકોએ મુલાકાત કરી હતી


















Recent Comments