નોટબંધીનો ર્નિણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી : સુપ્રીમ કોર્ટ
નોટબંધી પર સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો ચુકાદો સંભળાવતા કેન્દ્ર સરકારે ૨૦૧૬માં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવાનો જે ર્નિણય લીધો હતો તેને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે મોદી સરકારની નોટબંધીને પડકારતી ૫૮ જેટલી અરજીઓ પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે નોટબંધીનો ર્નિણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. તેથી તે અધિસૂચના રદ કરવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના ર્નિણયને માન્ય રાખ્યો. સુપ્રીમ કોર્ટે ૨૦૧૬માં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના ર્નિણયને યથાવત રાખ્યો છે.
જસ્ટિસ બીવી નાગરત્ને કહ્યું કે હું સાથી ન્યાયાધીશો સાથે સહમત છું પરંતુ મારી દલીલો અલગ છે. મેં તમામ ૬ પ્રશ્નોના જુદા જુદા જવાબો આપ્યા છે. મેં આરબીઆઈના મહત્વ અને તેના કાયદા અને દેશની આર્થિક નીતિઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંક ભારતીય અર્થતંત્રની દિવાલ છે. મેં સમગ્ર વિશ્વમાં આ પ્રકારની નોટબંધીની કવાયતનો ઈતિહાસ ટાંક્યો છે. તેમણે કહ્યું કે આપણે આર્થિક કે નાણાકીય ર્નિણયોના ગુણ-દોષ શોધવાની જરૂર નથી. અત્રે જણાવવાનું કે ૮ નવેમ્બરનો દિવસ દેશના અર્થતંત્રના ઈતિહાસમાં એક ખાસ દિવસ તરીકે નોંધાયેલો છે. વર્ષ ૨૦૧૬માં આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાબર ૮ વાગ્યે નોટબંધીની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો બંધ કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની પાંચ જજાેની બેંચ આજે ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ થયેલી નોટબંધીને પડકારતી ૫૮ અરજીઓ પર ચુકાદો સંભળાવ્યો.
આ અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નોટબંધી માટે જરૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું અને મનસ્વી રીતે ર્નિણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ ૭ ડિસેમ્બરે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંકને ૨૦૧૬માં રૂ. ૧,૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટોને બંધ કરવાના સરકારના ર્નિણય સાથે સંબંધિત રેકોર્ડ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. નોટબંધીની આ જાહેરાત તે જ દિવસે મધ્યરાત્રિથી અમલમાં આવી હતી. આ જાહેરાતના થોડા સમય બાદ દેશમાં ગભરાટનો માહોલ જાેવા મળ્યો હતો. બેંકોની બહાર લાંબી કતારો જાેવા મળી હતી. ૧૫૦૦ની નોટો ખર્ચવા માટે લોકો બજારમાં ઉમટી પડ્યા હતા. રાત્રે ૧૨ વાગ્યા સુધી લોકો સુવર્ણકારની દુકાન પર હતા. બેંકોની બહાર કતારમાં ઉભા રહીને નોટો બદલવા માટે સામાન્ય લોકોને અઠવાડિયા સુધી હાલાકી ભોગવવી પડી હતી. બાદમાં ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હતી.
સરકારે જાહેરાત કરી હતી કે દેશમાં કાળા નાણા અને નકલી ચલણની સમસ્યાને ખતમ કરવા માટે તેણે આ પગલું ભર્યું છે. દેશમાં અગાઉ, ૧૬ જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ, જનતા પાર્ટીની ગઠબંધન સરકારે પણ આ જ કારણોસર ૧૦૦૦, ૫૦૦૦ અને ૧૦,૦૦૦ રૂપિયાની નોટોને બંધ કરી દીધી હતી. અરજીકર્તાઓએ કોર્ટને નિયમો ઘડવાની પણ માંગ કરી હતી. જેથી આવા ર્નિણયોનું ભવિષ્યમાં ફરી પુનરાવર્તન ન થઈ શકે. આ અગાઉ બેન્ચે કેન્દ્રના ૨૦૧૬ના ર્નિણયને પડકારતી અરજીઓ પર ગત સુનાવણી દરમિયાન પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. પીએમ મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ અચાનક રાત્રે ૮ વાગ્યે નોટબંધીના ર્નિણયની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. ઘણા દિવસો સુધી લોકો સવારથી રાત સુધી એટીએમ અને બેંકોની લાઈનમાં ઉભા રહ્યા હતા. નોટબંધીના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
Recent Comments