નોટબંધી વખતે બેંકમાં રકમ ડિપોઝિટ કરવા મામલે બેન્ક દ્વારા ફરીથી નોટિસ મોકલાતા હાઇકોર્ટમાં અરજી કરાઈ છે. નોટબંધીમાં એક વખત જે આકારણી થઇ હતી તેને બેન્કના મર્જર બાદ ફરીથી આકારણી કરાતા ખાનગી કંપની દ્વારા હાઇકોર્ટમાં પુનઃ આકારણીને પડકારી છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે અરજીને દાખલ કરી નોટિસ પાઠવી છે. જેની સુનાવણી આગામી મહિને હાથ ધરાશે. અમદાવાદની ખાનગી કંપનીએ હાઇકોર્ટમાં બેન્કના મર્જર બાદ નોટબંધીમાં કરેલી ડિપોઝિટની રકમ પર પુનઃ આકારણીની નોટિસ પાઠવતા હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં રજૂઆત કરી હતી કે, વર્ષ- ૨૦૧૭-૧૮ના આકારણી વર્ષમાં ડિપોઝિટ કરેલી રકમ પર આકારણી દરમિયાન નોટિસ કાઢી હતી તેનો જવાબ પણ અપાયો હતો. મોટી રકમ કયાથી આવી અને શેની છે તે અંગે ખુલાસો કરાયો હતો. તેની ડિટેઇલ સ્ક્રૂટિની કરાઈ હતી. કંપનીએ તેના ઇન્કમટેક્સ રિટર્નમાં નીલ ઇન્કમ બતાવી છે. પરતું તેમના બેન્ક ખાતામાં ૬૮ લાખની આવક બતાવવામાં આવી છે. તેથી આ નાણાં કાળા નાણાં હોવાની શંકા હોવાથી પુનઃ આકારણી કરી છે. નોટબંધી વખતે થયેલી આકારણી ફરીથી કરાતા તેની પર રોક લગાવવા દાદ માગવામાં આવી છે.
નોટબંધીમાં થયેલી બેન્ક ડિપોઝિટ મુદ્દે નોટિસ સામે હાઈકોર્ટમાં કરાઈ અરજી

Recent Comments