નોરા ફતેહી સુકેશ દ્વારા આપવામાં આવેલી કાર પાછી સોંપશે, જેક્લીનની ફરીથી પૂછપરછ

200 કરોડથી વધારે રૂપિયાના છેતરપીંડી કરનાર એવો દિલ્હીની જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા કેસમાં દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા સોમવારે ફરીથી ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરવાની છે. આ વચ્ચે એક્ટ્રેસ નોરા ફતેહી એ BMW કાર દિલ્હી પોલીસને પાછી સોંપશે, જે મહાઠગ સુકેશ ચંદ્રશેખરે તેને ગિફ્ટમાં આપી હતી. એક્ટ્રેસ જેક્લીનની 14 સપ્ટેમ્બરના રોજ પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેની સાથે સુકેશની મુંબઈમાં રહેનારી એજન્ટ પિંકી ઈરાનીને સામ સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.
પિંકી દ્વારા જ સુકેશ જેક્લીનને ગિફ્ટ આપતો હતો. આજે જેક્લીન સિવાય ડ્રેસ ડિઝાઈનર લીપાક્ષીની પણ પૂછપરછ કરવામાં આવશે. લીપાક્ષી મુંબઈની રહેનારી છે. બંનેને બપોરે 12.30 વાગ્યે મંદિર માર્ગ સ્થિત આર્થિક અપરાધ શાખાના કાર્યાલયમાં તપાસમાં સામેલ થવા માટે બોલાવવામાં આવી છે. જ્યારે દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ કહ્યું છે કે નોરા ફતેહી સુકેશ દ્વારા ગિફ્ટમાં આપવામાં આવેલી BMW કારને પાછી સોંપવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે આદેશનું પાલન કરતા નોરા તેની કારની સોંપણી પોલીસને કરી દેશે.
આ સિવાય સુકેશે નોરાને એક મોબાઈલ ફોન આપ્યો હતો, જેના અંગે નોરાનું કહેવું છે કે તે ખોવાઈ ગયો છે. બેગ પણ બેકાર છે. જેને પોલીસે જપ્ત કરવાની ના પાડી દીધી છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે સુકેશે લીપાક્ષીનો સંપર્ક કરી તેને કહ્યું હતું કે તે જેક્લીન માટે ડ્રેસ ડિઝાઈન કરી તેને મોકલતી રહે અને બધા બિલ તેને મોકલી આપે. મની લોન્ડ્રિંગ મામલામાં જેક્લીન ફર્નાન્ડીઝે ગયા અઠવાડિયે પણ હાજર રહીને પોલીસ દ્વારા પૂછવામાં આવેલા તમામ સવાલના જવાબ આપ્યા હતા.
પિંકી ઈરાનીએ જેક્લીન અને નોરા ફતેહીની મુલાકાત મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે કરાવી હતી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે 200 કરોડની છેતરપીંડી અને સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધ દરમિયાન આપવામાં આવેલી ગિફ્ટને લઈને કેટલાંક દસ્તાવેજોની તપાસ કરવાની જરૂર છે અને મામલાના સંબંધમાં તેમની વધુ પૂછપરછ કરવામાં આવી શકે છે. 14 સપ્ટેમ્બરના રોજ 8 કલાક જેક્લીનની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની સાથે પિંકી ઈરાની પણ હતી. 200 કરોડની છેતરપીંડી કરના સુકેશ છેલ્લા કેટલાંક મહિનાઓથી જેલમાં બંધ છે. તેની પર દિલ્હી પોલીસના જવાનો પર લાંચ આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે કેટલાંક અધિકારીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.
Recent Comments